BSE StAR MFમાં 1.10 કરોડ ટ્રાન્ઝેક્શન સાથે નવી ઊંચી સપાટીનો રેકોર્ડ 

|

Apr 01, 2021 | 5:40 PM

ભારતના સૌથી મોટા અને અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ બીએસઇ સ્ટાર એમએફ, પર માર્ચ 2021માં 1.10 કરોડ માસિક ટ્રાન્ઝેક્શન સાથે નવી ઉંચી સપાટીનો રેકોર્ડ નોંધાયો છે.

BSE StAR MFમાં 1.10 કરોડ ટ્રાન્ઝેક્શન સાથે નવી ઊંચી સપાટીનો રેકોર્ડ 

Follow us on

1.10 કરોડ માસિક ટ્રાન્ઝેક્શન સાથે નવી ઉંચી સપાટીનો રેકોર્ડ

ભારતના સૌથી મોટા અને અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ બીએસઇ સ્ટાર એમએફ, પર માર્ચ 2021માં 1.10 કરોડ માસિક ટ્રાન્ઝેક્શન સાથે નવી ઉંચી સપાટીનો રેકોર્ડ નોંધાયો છે.

અગાઉના સૌથી વધુ માસિક ટ્રાન્ઝેક્શન જાન્યુઆરી 2021 માં 92.98 લાખ હતા. બીએસઇ સ્ટાર એમએફએ એએમસી, સભ્યો અને તેમના ગ્રાહકોને સરળ, સ્વચાલિત, પેપરલેસ ટ્રાન્ઝેક્શનમાં મદદ કરી છે, જે અગાઉના મહિનાની તુલનામાં વ્યવહારોમાં 19 ટકાનો વધારો દર્શાવે છે.

અસ્થિર નાણાકીય વર્ષ છતાં, બીએસઇ સ્ટાર એમએફએ રુ 3,33,095 કરોડની કિંમતના, 9.38 કરોડથી પણ વધુ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યા , જે નાણાકીય વર્ષ 2019-20 ના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શનની તુલનામાં 63 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવી એસઆઈપી નોંધણીમાં નવો રેેકોર્ડ
આ પ્લેટફોર્મમાં માર્ચ 2021 માં એક જ મહિનામાં નવી એસઆઈપી નોંધણીમાં પણ સૌથી વધુ સંખ્યા 5.45 લાખ નોંધાઈ હતી, જે અગાઉ ફેબ્રુઆરી 2021 માં 4.97 લાખ હતી. જાન્યુઆરીથી માર્ચ 2021 ના ત્રિમાસિક ગાળામાં, બીએસઈ સ્ટાર એમએફએ 15.45 લાખ નવી એસઆઈપી ઉમેરી.

બીએસઈ સ્ટાર એમએફ એપ્લિકેશન (સ્ટાર એમએફ મોબિલીટી) ના લૉંચિંગથી અત્યાર સુધી 19.28 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા છે, જેની કિંમત રૂ. 11,007 કરોડ છે. BSE ની આ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુટર અને આઈએફએ (સ્વતંત્ર નાણાકીય સલાહકારો) ની મદદ માટે ક્લાયન્ટ્સને રીઅલ-ટાઇમ ધોરણે રજીસ્ટર કરવા અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન ચલાવવામાં સહાય માટે શરૂ કરવામાં આવી હતી.

 

Published On - 5:34 pm, Thu, 1 April 21

Next Article