Maharashtra : મોદી રાજમાં વધતી મોંઘવારી વિરુદ્ધ એનસીપીનું રાજ્ય વ્યાપી જનઆક્રોશ આંદોલન

|

Jul 03, 2021 | 8:01 PM

એનસીપીના કાર્યકરોએ વિવિધ સ્થળોએ ગેસ અને ટુ વ્હીલર ઉપર ફૂલો અને માળા અર્પણ કરી પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Maharashtra : મોદી રાજમાં વધતી મોંઘવારી વિરુદ્ધ એનસીપીનું રાજ્ય વ્યાપી જનઆક્રોશ આંદોલન
મોદી રાજમાં વધતી મોંધવારી વિરુદ્ધ એનસીપીનું રાજ્ય વ્યાપી જનઆક્રોશ આંદોલન

Follow us on

દેશમાં મોદી રાજમાં રાંધણ ગેસ અને પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારા(Price Hike)ના વિરોધમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ શનિવારે મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી જન આક્રોશ આંદોલન કર્યું હતું. જેમાં એનસીપીના કાર્યકરોએ કહ્યું કે મોદી રાજમાં સામાન્ય લોકોની રોજિંદી જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં અતિશય વધારો થયો છે અને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.

એનસીપી(NCP)ના કાર્યકરોએ વિવિધ સ્થળોએ ગેસ અને ટુ વ્હીલર ઉપર ફૂલો અને માળા અર્પણ કરી પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મહિલા કાર્યકરોએ ગેસના ભાવ વધારાના વિરોધમાં રોડ પર ચૂલો સળગાવીને  ચોખાના લોટની રોટલી બનાવી હતી.

મુંબઈમાં એનસીપીના કાર્યકરોની અટકાયત

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મુંબઈમાં આ આંદોલનમાં શામેલ એનસીપીના કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ઈંધણમાં ભાવવધારાને કારણે ફુગાવો ખૂબ જ વધી ગયો છે. આવી સ્થિતિમાં આજે એનસીપીની મહિલા કાર્યકરોએ રાજ્યવ્યાપી જાહેર આક્રોશ આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલન દ્વારા કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને મોદી સરકારની નીતિઓને રદ કરવા હાકલ કરવામાં આવી રહી છે.

ચૂલો સળગાવી અને તેમાં રોટલી બનાવી વિરોધ પ્રદર્શન 

છેલ્લા આઠ મહિનાઓથી એનસીપીની મહિલા કાર્યકરો દ્વારા ગેસ, બળતણ, પેટ્રોલ, ડીઝલ અને જીવનની મૂળ વસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાના વિરોધમાં વારંવાર રોડ પર ઉતરીને અને  ચૂલો સળગાવી અને તેમાં રોટલી બનાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર જરૂરી ચીજવસ્તુઓના ભાવો પર લગામ લગાવે 

એનસીપીના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર જલ્દીથી ગેસ અને બળતણના ભાવમાં ઘટાડો નહીં કરે તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. એનસીપી કાર્યકરોનું કહેવું છે કે વધતી મોંઘવારીએ સામાન્ય મહિલાઓના ઘરનું બજેટ ખોરવી દીધું છે. દેશ અને રાજ્યમાં સામાન્ય માણસનું જીવનની મુશ્કેલીમાં ઘટાડો થાય તેની માટે કેન્દ્ર સરકારે જરૂરી ચીજવસ્તુઓના ભાવો પર લગામ લગાવવી જોઈએ અને સામાન્ય માણસને રાહત આપવી જોઈએ. તેમજ જો તેમ કરવામાં નહિ આવે તો એનસીપીનું આ આંદોલન અહીં અટકશે નહીં.

આ પણ વાંચો : UttarPradesh : જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીમાં 75 માંથી 67 પર ભાજપનો ભગવો લહેરાયો, સપા અને બસપાનો સફાયો

આ પણ વાંચો :Uttarakhand : ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન બનશે Pushkar Singh Dhami, આજે જ લઇ શકે છે શપથ

Published On - 7:45 pm, Sat, 3 July 21

Next Article