UttarPradesh : જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીમાં 75 માંથી 67 પર ભાજપનો ભગવો લહેરાયો, સપા અને બસપાનો સફાયો

UttarPradesh District Panchayat President Election : ઉત્તરપ્રદેશમાં 3 જુલાઈને શનિવારે 53 જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખપદ માટે મતદાન યોજાયું હતું. અગાઉ 22 બેઠકો પર બિનહરીફ ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાંથી 21 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો હતો.

UttarPradesh : જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીમાં 75 માંથી 67 પર ભાજપનો ભગવો લહેરાયો, સપા અને બસપાનો સફાયો
16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રા યોજાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 6:46 PM

UttarPradesh District Panchayat President Election : ઉત્તરપ્રદેશમાં જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી એ જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જયારે સપા અને બસપાનો સફાયો થયો છે. ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી હોવાથી તમામ રાજકીય પક્ષો માટે આ ચૂંટણી મહત્વની હતી.

75 માંથી 67 પર ભાજપની જીત ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ ગણાતી પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી (UttarPradesh District Panchayat President Election) ને લઈને પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશની 75 માંથી 67 બેઠકો ભાજપ (BJP) એ કબજે કરી છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ ભાજપની આ જીત પાછળ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની લોકપ્રિયતાને મુખ્ય કારણ ગણાવ્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉત્તરપ્રદેશના અવધ પ્રદેશમાં 13 માંથી 13, પશ્ચિમમાં 14 માંથી 13, બ્રજમાં 12 માંથી 11, કાનપુર બુંદેલખંડ વિસ્તારમાં 14 માંથી 13, કાશીમાં 12 માંથી 10 અને ગોરખપુર વિસ્તારમાં 10 માંથી 7 જિલ્લાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.

3 જુલાઈએ 53 બેઠકો પર મતદાન થયું ઉત્તરપ્રદેશમાં 3 જુલાઈને શનિવારે 53 જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખપદ માટે મતદાન યોજાયું હતું. આમાં સંતકબીર નગર, બલિયા, આઝમગઢ અને એતાહ એમ 4 બેઠકો પર સપા (SP) એ જીત નોંધાવી છે. જ્યારે બાગપતમાં રાષ્ટ્રીય (Rashtriya LokDal) લોકદળના ઉમેદવારે ભાજપના ઉમેદવારને હરાવ્યો છે. અન્ય તમામ બેઠકો પર ભાજપની પ્રચંડ જીત થઇ છે.

ભાજપે સપાનો 63 બેઠકોનો રેકોર્ડ તોડ્યો અગાઉ 22 બેઠકો પર બિનહરીફ ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાંથી 21 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો હતો. આજે 3 જુલાઈએ યોજાયેલી ચૂંટણી બાદ 75 માંથી 67 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઇ છે. 67 જિલ્લા પંચાયતનું પ્રમુખપદ કબ્જે કરી ભાજપે સમાજવાદી પાર્ટી(SP) નો 63 બેઠકોનો રેકોર્ડ પણ તોડ્યો છે.

આઝમખાનના ગઢ રામપુરમાં ભાજપનો કબ્જો સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી આઝમખાનના ગઢ રામપુરમાં પણ ભાજપનો વિજય થયો છે. રામપુરમાં ભાજપના ઉમેદવાર ખ્યાલીરામ લોધી અહીંથી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ખ્યાલીરામ લોધીને 18 મત મળ્યા છે. સમાજવાદી સમર્થિત ઉમેદવાર નસરીન જહાને 13 મત મળ્યા હતા.

આ પણ વાંચો : UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">