સમીર વાનખેડેની વધી મુશ્કેલી ! NCP નેતા નવાબ મલિકે, વાનખેડે વિરુદ્ધ બોમ્બે HCમાં રજુ કર્યા પૂરાવા

|

Nov 18, 2021 | 1:09 PM

તાજેતરમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવે NCP મંત્રી નવાબ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં મલિકના આરોપો માટે 1.25 કરોડનું માનહાનિનું નુકસાન માંગવામાં આવ્યું હતું.

સમીર વાનખેડેની વધી મુશ્કેલી ! NCP નેતા નવાબ મલિકે, વાનખેડે વિરુદ્ધ બોમ્બે HCમાં રજુ કર્યા પૂરાવા
Nawab Malik (File Photo)

Follow us on

Sameer Wankhede Case : મહારાષ્ટ્ર રાજ્યના લઘુમતી અને કૌશલ્ય વિકાસ મંત્રી નવાબ મલિકે (Nawab Malik) NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) સામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો સિલસિલો યથાવત રહ્યો છે. આવી સ્થિતિમાં નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટમાં(Bombay Highcourt)  વાનખેડે વિરુધ્ધ કેટલાક પૂરાવા રજુ કર્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે, NCBના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેના શાળા પ્રવેશ ફોર્મ અને પ્રાથમિક શાળા પ્રમાણપત્ર મુજબ તે મુસ્લિમ છે.

તમને જણાવી દઈએ કે,સમીરના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ અગાઉ નવાબ મલિક વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને મલિકના આરોપો માટે 1.25 કરોડ રૂપિયાના વળતરની પણ માંગણી કરી હતી. આ દરમિયાન વાનખેડેએ કોર્ટને મલિકને તેમના અથવા તેમના પરિવાર વિરુદ્ધ બદનક્ષીભર્યા આરોપો રોકવાની અપીલ કરી હતી.

વાનખેડેના પિતાએ મારા ભાષણ અને ટ્વીટ પર પ્રતિબંધની માંગ કરી: નવાબ મલિક

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

NCP નેતા નવાબ મલિકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, મેં બોમ્બે હાઈકોર્ટમાં વાનખેડે વિરુધ્ધ કેટલાક મહત્વના પૂરવા રજુ કર્યા છે. વધુમાં તેણે કહ્યું કે સમીર વાનખેડેએ પોતાનું જન્મ પ્રમાણપત્ર નકલી બનાવ્યુ છે. આ માટે મેં મહાનગરપાલિકા અને શાળાનું લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું છે. કોર્ટ ચોક્કસપણે આ મામલે પગલા લેશે. બીજી તરફ તેણે વાનખેડેના પિતા પર પ્રહાર કરતા કહ્યુ કે,હું બોલું છું ત્યારે તેઓ ટ્વિટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. હવે કોર્ટ જ સાચો નિર્ણય આપશે.

સમીર UPSC પરીક્ષા માટે મુસ્લિમ સમુદાયમાં પાછો આવ્યો: મલિક

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે દાવો કર્યો છે કે, સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને સમીર સહિત તેમના બાળકોનો ઉછેર મુસ્લિમ તરીકે થયો છે.વધુમાં મલિકે કહ્યું કે, સમીર સિવિલ સર્વિસની (Civil Service) પરીક્ષાનો લાભ લેવા માટે તે મુસ્લિમ સમુદાયમાં પાછો ફર્યો હતો, જે અનુસૂચિત જાતિ છે.

નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટમાં જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું

આવી સ્થિતિમાં મલિકે પોતાના આરોપોને સમર્થન આપવા માટે સમીર વાનખેડેનું બર્થ-સર્ટિફિકેટ (Birth Certificate) બોમ્બે હાઈકોર્ટમાં રજુ કર્યુ છે, જેમાં ધર્મની કોલમમાં તેના પિતાનું નામ દાઉદ વાનખેડે અને મુસ્લિમ લખવામાં આવ્યું છે. જ્યારે વાનખેડેના પરિવારનું કહેવું છે કે આ જન્મ-પ્રમાણપત્ર અધિકૃત નથી.ત્યારે હાલ નવાબ મલિકના પૂરાવાથી વાનખેડેની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Maharashtra: અભિનેત્રી કંગના પર ઉદ્ધવના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘નચનિયા’ની ટિપ્પણી જવાબ આપવા લાયક નથી

આ પણ વાંચો: ‘સ્કીન ટૂ સ્કીન ટચ’ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, શું છે સમગ્ર મામલો, વાંચો અહીં

Next Article