Drugs Case: દિવાળી બાદ ધમાકો કરવાની તૈયારીમાં નવાબ મલિક, ટ્વીટ કરીને આપ્યા સંકેત!

|

Nov 03, 2021 | 5:41 PM

નવાબ મલિકના આરોપ બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુ કે તેઓ દિવાળી પછી મલિકના અંડરવર્લ્ડ સાથેના સંબંધનો ખુલાસો કરશે. તેના જવાબમાં નવાબ મલિકે ટ્વીટ કરીને લખ્યુ કે 'અમે તૈયાર છીએ'.

Drugs Case: દિવાળી બાદ ધમાકો કરવાની તૈયારીમાં નવાબ મલિક, ટ્વીટ કરીને આપ્યા સંકેત!
Nawab Malik (File Photo)

Follow us on

Maharashtra: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપની આ લડાઈને NCP નેતા નવાબ મલિકે વિરામ આપ્યો છે અને તેમણે એક ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘રવિવારે મળીશું.’ મલિકે ‘હોટેલ ધ લલિત’માં છુપાયેલા રહસ્યો જાહેર કરવાના પણ સંકેત આપ્યા છે. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામેની નવાબ મલિકની આ લડાઈ હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સામે ફેરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં નવાબ મલિકે હાલ ટ્વીટ કરીને ડ્રગ્સ કેસ સાથે જોડાયેલી સસ્પેન્સ ખોલવાની વાત કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મલિકના આરોપ બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ દિવાળી પછી નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથેના સંબંધનો ખુલાસો કરશે. તેના જવાબમાં નવાબ મલિકે(Nawab malik)  પણ ટ્વીટ કર્યું હતું કે- ‘અમે તૈયાર છીએ’. હવે નવાબ મલિકે એક નવું ટ્વિટ કરીને રવિવારે રિલીઝ થનારી તસવીરનો પ્રોમો જાહેર કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. આ ટ્વીટમાં નવાબ મલિકે લખ્યું છે કે, ‘શુભ દિવાળી, આપ સૌને દિવાળીની શુભકામનાઓ. હોટલ ‘ધ લલિત’માં ઘણા રહસ્યો છુપાયેલા છે… રવિવારે મળીશું.’

 

રવિવારે ‘The Lalit માં છુપાયેલુ ક્યુ રહસ્ય ખોલશે મલિક ?

વાત નીકળી છે તે દુર સુધી જશે……..

આ ટ્વિટના ત્રણ કલાક બાદ નવાબ મલિકે વધુ એક ટ્વિટ (Tweet) કર્યું છે. એટલે કે તેઓ રવિવારે રિલીઝ થનારી તેમની પિક્ચરના એક પછી એક પ્રોમો જાહેર કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. આ ટ્વીટમાં તેમણે લખ્યુ કે, ‘વાત નીકળી છે તે દુર સુધી જશે, લોકો બિનજરૂરી રીતે દુઃખનું કારણ પૂછશે’. એટલે કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસને પલટવાર આપવા તેઓ તૈયાર છે.

નવાબ મલિકના હુમલા સમીર વાનખેડેથી લઈને દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચ્યા

તમને જણાવી દઈએ કે જ્યારથી સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં (Aryan Drugs Case) પકડ્યો છે, ત્યારથી નવાબ મલિક સમીર વાનખેડે પર સતત આરોપ લગાવી રહ્યા છે. જેને લઈને સમીર વાનખેડેના પરિવારજનોએ જણાવ્યું છે કે, નવાબ મલિકના જમાઈ ડ્રગ્સ કેસમાં પકડાયા હતા. અને તે આઠ મહિના જેલમાં હતો.

 

 

તેથી નવાબ મલિક પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. બીજી તરફ નવાબ મલિકનું કહેવું છે કે, આર્યન ખાનને (Aryan Khan) છેતરપિંડીથી પકડવામાં આવ્યો છે. ઉપરાંત તેણે દેવેન્દ્ર ફડનવીસના કાર્યકાળમાં ડ્રગ્સ કેસનો વેપાર ચાલતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

 

આ પણ વાંચો: ‘ગોસાવીએ પ્રભાકરનો નંબર સમીર વાનખેડેના નામથી સેવ કર્યો હતો’, આર્યન ડ્રગ્સ કેસમાં સેમ ડિસૂઝાનો ચોંકાવનારો ખુલાસો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રની બહાર શિવસેનાની પહેલી જીત ! પેટાચૂંટણીમાં લોકસભાની આ બેઠક પરથી જીત મળતા શિવસેનામાં ખુશીની લહેર

Next Article