દેવેન્દ્ર ફડણવીસના બધા આરોપ નવાબ મલિકે સ્વીકાર્યા, બાદમાં ભાજપ MLA એ કરી આ માંગ

|

Nov 09, 2021 | 9:11 PM

આશિષ શેલારે કહ્યું, 'નવાબ મલિકે પોતે સરદાર શાહ વલી ખાન સાથેના તમામ વ્યવહારો સ્વીકાર્યા છે. તેને પૈસા આપ્યા. તે મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી હતો. બોમ્બ બ્લાસ્ટ 1993માં થયો હતો. જમીનનો આ સોદો 2005માં થયો હતો. હવે સીએમ ઉદ્ધવ ઠાકરેએ કાર્યવાહી કરવી જોઈએ અને નવાબ મલિક સામે એફઆઈઆર નોંધાવી જોઈએ.

દેવેન્દ્ર ફડણવીસના બધા આરોપ નવાબ મલિકે સ્વીકાર્યા, બાદમાં ભાજપ MLA એ કરી આ માંગ
આશિષ શેલાર, નવાબ મલિક

Follow us on

NCP નેતા અને મંત્રી નવાબ મલિક (Nawab Malik) અને સમીર વાનખેડે (Sameer Wankhede) વચ્ચેની લડાઈ હવે નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  વચ્ચેની લડાઈમાં ફેરવાઈ ગઈ છે. દિવાળી પહેલા નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ડ્રગ્સનો ખેલ તેમના ઈશારે ચાલી રહ્યો છે. દિવાળી પછી, આજે (મંગળવાર, 9 નવેમ્બર) દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિક પર આરોપ લગાવ્યો કે, તેમણે સાડા ત્રણ કરોડની જમીન વીસ લાખમાં દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના સૌથી નજીકના સલીમ પટેલ અને શાહ વલી ખાન પાસેથી ખરીદી.

શાહવલી ખાન ઉપર મુંબઈ બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડવાનો, લોકેશન્સની રેકી કરવાનો અને બ્લાસ્ટ માટે ગાડીમાં આરડીએક્સ ભરવાનો આરોપ હતો. જે પાછળથી સાબિત પણ થયો હતો. એટલે કે નવાબ મલિકનો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સજા ભોગવી રહેલા વ્યક્તિઓ સાથે સીધો સંબંધ છે.

નવાબ મલિકે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. આ સમગ્ર મામલે તેણે પોતાનો ખુલાસો કર્યો છે. આ સાથે નવાબ મલિકે એમ પણ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસના ફટાકડા પલળીને બહાર આવ્યા, પરંતુ હું આવતીકાલે સવારે 10 વાગ્યે (10 નવેમ્બર, બુધવારે) હાઈડ્રોજન બોમ્બ ફોડીશ. નવાબ મલિકે કહ્યું છે કે કેવી રીતે દેવેન્દ્ર ફડણવીસના સમયમાં ઈન્ટરનેશનલ ડ્રગ માફિયા અને અંડરવર્લ્ડ ડોન ભારતમાં આવ્યા અને કેવી રીતે તેમની સુરક્ષામાં અંડરવર્લ્ડ અને ડ્રગ્સ માફિયાઓ અહીં ઓપરેટ કરતા હતા. તેનો ખુલાસો થશે. નવાબ મલિક દ્વારા આપવામાં આવેલી સફાઈ અને વળતા હુમલાનો ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય આશિષ શેલારે પલટવાર કર્યો છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

એવા કેવા નવાબી ભાડુઆત, જે કરોડોની જમીન 20 લાખ રૂપિયામાં ખરીદે છે

આશિષ શેલારે કહ્યું, નવાબ મલિકે એક રીતે દેવેન્દ્ર ફડણવીસના તમામ આરોપો સ્વીકારી લીધા છે. દાઉદ ઈબ્રાહિમની બહેન હસીનામાં પારકર વિરુદ્ધ બોલવાની હિંમત નહોતી તેથી તેમણે મૌન રહીને કબૂલ્યું છે. મલિક કહે છે કે તે સંબંધિત જમીન પર ઘણા ભાડૂતોમાંથી એક ભાડુઆત તરીકે રહેતા હતા. બાદમાં તેમણે જમીન ખરીદી હતી. તે પણ સાડા ​​ત્રણ કરોડની જમીનનો સોદો ત્રીસ લાખમાં કર્યો હતો. તેમાં પણ માત્ર વીસ લાખ ચૂકવાયા હતા. શું તમને લાગે છે કે મુંબઈના બાકીના ભાડૂતો મૂર્ખ છે?

તેઓ વધુમાં કહે છે કે, વર્ષોથી મુંબઈમાં રહેતા ભાડૂતોને જમીનના માલિકો જમીન આપતા નથી. પણ આ નવા નવાબી ભાડુઆતને જુઓ. આ જે જમીન પર ઉભી કરાયેલી બિલ્ડીંગ પર ભાડુઆત હતા. તે જમીનના માલિકે  તેમને તે બિલ્ડીંગ આપી દીધી. એટલું જ નહીં અન્ય બે ઈમારતો પણ આપવામાં આવી હતી. ઝૂંપડપટ્ટી આપી દીધી. ખાલી પડેલી જમીન પણ આપી દીધી. તે પણ માત્ર 30 લાખ રૂપિયામાં. જેમાં માત્ર 20 લાખ રૂપિયા ચૂકવાયા હતા. આવા નવાબી ભાડૂતો આખા મુંબઈમાં જોવા નહીં મળે.

ક્યાં વોચમેનની હીમ્મત હોય કે જમીનના કાગળોમાં પોતાનું નામ નાખી શકે ?

નવાબ મલિકે કહ્યું હતું કે સરદાર શાહ વલી ખાન (જે જમીનના સોદા સમયે મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી હતો, પાછળથી તે દોષિત સાબિત થયો હતો) ચોકીદાર હતો અને તેણે  જમીનના કાગળોમાં બાકીના ભાડૂતો સાથે તેમના નામ દાખલ કરાવ્યા હતા. તેથી તેણે નામ કાઢવા માટે પૈસા ચૂકવવા પડે. આ અંગે આશિષ શેલારે કહ્યું કે, ‘મુંબઈમાં કયા ચોકીદારની એવી સ્થિતિ છે કે તે જમીનનો એક રૂપિયો પણ ન ચૂકવે અને જમીનના કાગળો પર પોતાનું નામ લખાવી લે.

‘નવાબી ભાડું, નવાબી બિઝનેસ, નવાબી રેટ, નવાબી અંડરવર્લ્ડ કનેક્શનની ચાંડાલ ચોકડી’

આશિષ શેલારે કહ્યું કે આ બધા પાછળ નવાબ મલિકનું અંડરવર્લ્ડ કનેક્શન કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, ‘નવાબ મલિકની ચાંડાલ ચોકડી નવાબી ભાડુઆત, નવાબી રેટ, નવાબી ધંધો, નવાબી માલિક, નવાબી અંડરવર્લ્ડનો વ્યવહાર ચલાવવાનું કામ કરતી આવી છે.’

‘નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસના તમામ આરોપો કબૂલ કર્યા’

આશિષ શેલારે કહ્યું, ‘નવાબ મલિકે પોતે સરદાર શાહ વલી ખાન સાથેના તમામ વ્યવહારો સ્વીકાર્યા છે. તેને પૈસા આપ્યા. તે મુંબઈ બોમ્બ વિસ્ફોટનો આરોપી હતો. બોમ્બ બ્લાસ્ટ 1993માં થયો હતો. જમીનનો આ સોદો 2005માં થયો હતો. હવે સીએમ ઉદ્ધવ ઠાકરેએ કાર્યવાહી કરવી જોઈએ અને નવાબ મલિક સામે એફઆઈઆર નોંધાવી જોઈએ.

 

આ પણ વાંચો :  દુનિયામાં હજારો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે માથાના વાળ, ભારતમાં પણ વાળનો કરોડોનો બિઝનેસ થાય છે

Next Article