નવનીત રાણાનો જીવ જોખમમાં ! રાજસ્થાનની સરહદેથી આવેલા કેટલાક લોકોએ અમરાવતીના ઘરની કરી રેકી, શુભેચ્છકોએ આપી ચેતવણી

|

Jul 29, 2022 | 3:39 PM

રાજસ્થાનની (Rajasthan) સરહદના કેટલાક લોકોએ અમરાવતીમાં સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાના ઘરની રેકી કરી છે. સાંસદ નવનીત રાણાને પત્ર લખીને તેમના એક શુભેચ્છકે ચેતવણી આપી છે કે તેમનો જીવ જોખમમાં છે.

નવનીત રાણાનો જીવ જોખમમાં ! રાજસ્થાનની સરહદેથી આવેલા કેટલાક લોકોએ અમરાવતીના ઘરની કરી રેકી, શુભેચ્છકોએ આપી ચેતવણી
Navneet Rana Life In Threat Informs A Well Wisher By Sending A Letter

Follow us on

અમરાવતીના સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાનો જીવ જોખમમાં છે. કેટલાક લોકોએ અમરાવતીમાં (Amravati) રાણા દંપતીના ઘરની રેકી કરી છે. રાજસ્થાનની સરહદેથી આવેલા કેટલાક લોકોએ રાણા દંપતીના ઘરની રેકી કરી હતી. સાંસદ નવનીત રાણાને પત્ર લખીને તેમના એક શુભેચ્છકે આ ચેતવણી આપી છે. નવનીત રાણાએ અમરાવતીમાં મેડિકલ સ્ટોર ચલાવતા અમોલ કોલ્હેના મર્ડર કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ અમોલ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી.

નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહ અને કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર પર લૂંટ માટે હત્યાનો કેસ બનાવીને કેસને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેન્દ્ર સરકાર વતી આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા SITની પણ રચના કરવામાં આવી હતી.

રાણા દંપતીનો જીવ જોખમમાં હોવાનું જણાવી શુભેચ્છકોના પત્રમાં શું લખ્યું છે?

રાણા દંપતીને મોકલવામાં આવેલા પત્રમાં, શુભેચ્છકે પોતાનું નામ ન જાહેર કરતા સાવચેત રહેવાની સલાહ આપી છે. શુભચિંતકોએ દાવો કર્યો છે કે રાજસ્થાનની સરહદેથી કેટલાક લોકો તેમના અમરાવતી નિવાસસ્થાનની રેકી કરીને ગયા છે. શુભેચ્છકે નવનીત રાણાને સંબોધીને પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘નમસ્તે મેડમ, હું તમને મારું નામ ન કહી શકું. હું તમારા જ શહેરનો સામાન્ય નાગરિક છું. હું તમને ચેતવણી આપવા માંગુ છું કે તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. કારણ કે કેટલાક લોકો તમને ફોલો કરી રહ્યા છે. તમે મને ઘણી બધી બાબતોમાં મદદ કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પછી પત્ર મોકલનાર શુભેચ્છકે લખ્યું છે કે, ‘હું સરકારી નોકર છું. તમે મારુ ટ્રાન્સફર કરાવ્યું હતું અને મારા પિતાને પણ કોરોનાના સમયમાં ઘણી મદદ કરી હતી. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે રાજસ્થાન બોર્ડરથી કેટલાક શંકાસ્પદ લોકો અમરાવતી આવ્યા છે. મને માહિતી મળી છે કે તેઓ તમારા ઘરે પણ આવીને ગયા છે. હું અલ્લાહને પ્રાર્થના કરીશ કે તમારી સાથે કંઈ અનહોની ન થાય અને તમે આ રીતે જ ઉચ્ચ પદ પર જાઓ. ખુદા હાફિઝ’

Next Article