Maharashtra : નવા પોલીસ કમિશનરે ભજન પરનો પ્રતિબંધ રદ કર્યો, શું અટકશે લાઉડ સ્પીકર વિવાદ ?

|

Apr 28, 2022 | 2:28 PM

નાસિકના(Nasik) ભુતપુર્વ પોલીસ કમિશનર દીપક પાંડેએ આદેશ જાહેર કર્યો હતો કે અઝાનની (Azaan) 15 મિનિટ પહેલાં અને પછી 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ લાઉડસ્પીકર પર ભજન કરી શકશે નહીં.

Maharashtra : નવા પોલીસ કમિશનરે ભજન પરનો પ્રતિબંધ રદ કર્યો, શું અટકશે લાઉડ સ્પીકર વિવાદ ?
Loudspeaker Controversy

Follow us on

નાસિકના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દીપક પાંડેએ (Nasik Police Commissioner)  લાઉડસ્પીકર અંગે આપેલા આદેશને નવા પોલીસ કમિશનર જયંત નાયકનવરેએ રદ કરી દીધો છે. દીપક પાંડેએ આદેશ આપ્યો હતો કે અઝાન પછી 15 મિનિટ અને તેની 15 મિનિટ પહેલાં 100 મીટરની ત્રિજ્યામાં કોઈ લાઉડસ્પીકર પર ભજન ન ગાઈ શકે. આ સાથે તમામને લાઉડસ્પીકરના (Loudspeaker) ઉપયોગ માટે 3 મે પહેલા પરવાનગી લેવાનું કહેવામાં આવ્યું હતું અને જો કોઈ આમ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દીપક પાંડેના આ આદેશ બાદ તેમની બદલી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, પૂર્વ નાસિક (Nasik) પોલીસ કમિશનરે 3 મે સુધી તમામ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી મેળવવાનો આદેશ જાહેર કર્યો હતો. આદેશ અનુસાર, જો ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાના હોય તો તેના માટે પોલીસની પરવાનગી લેવી પડશે. જો 3 મે સુધી પોલીસ પાસેથી પરવાનગી નહીં લેવામાં આવે તો પછી ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવશે તો પોલીસ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ ઠાકરેની ચેતવણી બાદ વિવાદ શરૂ થયો હતો

નાસિકના પૂર્વ કમિશનર દીપક પાંડેએ(Deepak Pandey)  કહ્યું છે કે હનુમાન ચાલીસા અથવા ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના 100 મીટરની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશનો હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. ઉલ્લખનીય છે કે, 2 એપ્રિલે, મુંબઈના દાદરમાં શિવાજી પાર્કમાં તેમના ભાષણમાં, રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમની પાર્ટીના કાર્યકરો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિવાદ વધુ વણસ્યો

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે કહ્યું છે કે રાજ્ય પોલીસ અને મુંબઈ કમિશનર બેસીને નિર્ણય કરશે અને લાઉડસ્પીકર અંગેની માર્ગદર્શિકા નક્કી કરશે. આ પરિસ્થિતિને સંભાળવા માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી હતી. બીજી તરફ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહેતા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ

મમતા બેનર્જીએ PM નરેન્દ્ર મોદી પર કર્યો પ્રહાર, કહ્યું- PMનું નિવેદન એકતરફી અને દુર્ભાગ્યપૂર્ણ, કિંમત ઘટાડવા કરી માંગ

આ પણ વાંચોઃ

VAT on Petrol-Diesel: ભાજપ શાસિત રાજ્યો અને બિન-ભાજપ શાસિત રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે?

Next Article