રાહુલ ગાંધીને નાસિક કોર્ટનું તેડું, વીર સાવરકર માટે કરેલ ટિપ્પણી અંગે કરાયો માનહાની કેસ

|

Oct 01, 2024 | 4:17 PM

વીર સાવરકર વિરૂદ્ધ કથિત વાંધાજનક ટીપ્પણી કરવા બદલ કોંગ્રેસના રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં, કોર્ટે સમન્સ ઈસ્યું કર્યું છે. રાહુલ ગાંધી પર તેમના ભાષણમાં જાણીજોઈને વીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ છે અને સમાજમાં તેમની છબી ખરાબ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

રાહુલ ગાંધીને નાસિક કોર્ટનું તેડું, વીર સાવરકર માટે કરેલ ટિપ્પણી અંગે કરાયો માનહાની કેસ

Follow us on

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની એક કોર્ટે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ ઈસ્યું કર્યુ છે. વીર સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે સમન્સ ફટકારીને હાજર થવા કહ્યું છે. નાસિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કેદુસ્કરે 27 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીને આ સંદર્ભમાં નોટિસ ફટકારી કરીને કહ્યું હતું કે દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યું લાગે છે.

રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે રૂબરૂ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફત હાજર થવાનું રહેશે, જેનો નિર્ણય લેવાનો બાકી છે. ફરિયાદી એક એનજીઓના ડાયરેક્ટર છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે હિંગોલીમાં રાહુલ ગાંધી દ્વારા સંબોધિત પ્રેસ કોન્ફરન્સ અને નવેમ્બર 2022માં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ ભાષણ સાંભળ્યું અને જોયું છે.

ફરિયાદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પછી આરોપ લગાવ્યો કે સાવરકરે હાથ જોડીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરી અને બ્રિટિશ સરકાર માટે કામ કરવાનું વચન પણ આપ્યું. તમામ દલીલો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા, આરોપી દ્વારા દેશભક્ત વ્યક્તિ સામે આપવામાં આવેલા નિવેદનો પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યા જણાય છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

મેજિસ્ટ્રેટે કહ્યું કે, કેસમાં આગળ વધવા માટે પૂરતા આધાર છે. આ પછી કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ અને ઈરાદાપૂર્વક અપમાન સંબંધિત કલમો હેઠળ નોટિસ જાહેર કરી હતી.

Published On - 3:02 pm, Tue, 1 October 24

Next Article