Narendra Giri Death મામલે રાજકારણ ગરમાયું, શિવસેનાએ સીબીઆઈ તપાસની કરી માંગ
શરદ પવારની પાર્ટી એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે યોગી આદિત્યનાથજી પણ મઠના મઠાધિપતિ છે અને તેમના શાસનમાં મહંતનું શંકાસ્પદ મૃત્યુ થાય, મને લાગે છે કે આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ નથી.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી (Narendra Giri)ના શંકાસ્પદ મૃત્યુથી હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે નરેન્દ્ર ગિરીને અલાહાબાદના બાંઘંબરી મઠમાં તેમના શિષ્યોને ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેમને નીચે ઉતાર્યા હતા.
દરવાજો અંદરથી બંધ હતો, તેથી શિષ્યોએ દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરવો પડ્યો. તેમની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સ્યુસાઈડ નોટમાં મહંતે તેમના શિષ્ય આનંદ ગિરીથી પરેશાન હોવાની વાત કરી છે. બીજી તરફ આનંદ ગિરી ખુદ મહંત નરેન્દ્ર ગિરીના મોતને હત્યા ગણાવી રહ્યા છે.
આ શંકાસ્પદ મૃત્યુને લઈને મહારાષ્ટ્રની બે મુખ્ય પાર્ટીઓ શિવસેના (Shivsena) અને એનસીપી (NCP) તરફથી આકરી પ્રતિક્રિયાઓ સામે આવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મહંત નરેન્દ્ર ગિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હિન્દુત્વનું ગળું દબાવવામાં આવ્યું છે. તેમણે મહંતના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે મહંતના શાસનમાં મહંત જ સુરક્ષિત નથી.
શિવસેના સાંસદ સંજય રાઉતે સીબીઆઈ તપાસની માંગ કરી
આ કેસમાં સંજય રાઉતે કહ્યું કે હું આટલું કહીશ, આ આત્મહત્યાનો કેસ છે પણ શંકાસ્પદ છે. તેનું મન ખૂબ જ મજબૂત હતું. જ્યારે તેમની સાથે વાત થતી હતી, ત્યારે તેમના ઈરાદા ખૂબ જ મક્કમ જણાતા હતા. આવા વ્યક્તિ, આવા આપણા માર્ગદર્શક આત્મહત્યા કેવી રીતે કરી શકે? તેમનું મૃત્યુ શંકાસ્પદ છે. આ મૃત્યુમાં એવી કેટલીક બાબતો એવું કોઈ તથ્યો છુપાવવાનો પ્રયત્ન થઈ શકે છે. અમે તેમના મોતની CBI તપાસની માંગ કરીએ છીએ.
ઉત્તર પ્રદેશમાં કોઈએ હિન્દુત્વનું ગળું દબાવ્યું: સંજય રાઉત, શિવસેના
રાઉતે આગળ કહ્યું “ઉત્તર પ્રદેશમાં કોઈએ હિન્દુત્વનું ગળું દબાવ્યું છે. અમે (મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારે) જે રીતે પાલઘરમાં તપાસ કરી હતી, તેવી જ રીતે આ કેસમાં (સંતનું મૃત્યુ) સીબીઆઈ તપાસ થવી જોઈએ. ” રાઉત બે દિવસની દિલ્હીની મુલાકાતે છે. અહીં તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે એપ્રિલ 2020માં મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળા દ્વારા બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની કરવામાં આવેલી હત્યાનો ઉલ્લેખ કર્યો હતો.
મહંતના શાસનમાં મહંત સુરક્ષિત નથી: નવાબ મલિક એનસીપી
મહારાષ્ટ્રમાંથી શરદ પવારની પાર્ટી એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું “મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેમના જ શિષ્યની ધરપકડ કરવામાં આવી છે.
તેમને માનનારા લોકો કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. સત્ય ગમે તે હોય, તે તપાસમાં બહાર આવી શકે છે પણ એક મહંત શાસક છે અને મહંતના શાસનમાં મહંત જ સલામત નથી. યોગી આદિત્યનાથજી પણ મઠના મઠાધિપતિ છે અને તેમના શાસનમાં મહંતનું શંકાસ્પદ મૃત્યુ થાય, મને લાગે છે કે આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ નથી.
આ પણ વાંચો : Mumbai : આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો, અનિલ દેશમુખે 17 કરોડની આવક છુપાવી