Mumbai : લૉકડાઉનમાં બહાર નીકળવા યુવકે કર્યુ ટ્વીટ, મુંબઇ પોલીસના આ જવાબે જીતી લીધુ લોકોનું દિલ

|

May 26, 2021 | 6:00 PM

મુંબઇમાં ફરીથી કોરોનાના કેસ વધ્યાં છે તેવામાં મુંબઇ પોલીસ પોતાની ક્રિએટીવીટી દ્વારા લોકોને જાગૃત કરવામાં લાગી છે.

Mumbai : લૉકડાઉનમાં બહાર નીકળવા યુવકે કર્યુ ટ્વીટ, મુંબઇ પોલીસના આ જવાબે જીતી લીધુ લોકોનું દિલ
મુંબઇ પોલીસનું ટ્વીટ

Follow us on

Lockdown in Mumbai : મુંબઇ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમની સોશિયલ મીડિયા પોસ્ટથી ઘણી વાર લોકોને ખુશ કરી નાખે છે. તેમની મોટે ભાગની સોશિયલ મીડિયા પોસ્ટ જોરદાર હોય છે. જે લોકોને વાંચીને મજા આવી જાય. તેઓ પોતાની પોસ્ટથી લોકોને મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે અને તેમની પોસ્ટ હંમેશા લોકોને પ્રભાવિત કરે છે. મુંબઇમાં હાલ કોરોનાના કારણે લૉકડાઉન જેવી સ્થિતી છે. તેવા સમયમાં મુંબઇ પોલીસ લૉકડાઉનનું ખૂબ કડકાઇ પૂર્વક પાલન કરાવવાની સાથે રમૂજી પોસ્ટ દ્વારા લોકોને જાગૃત પણ કરી રહ્યા છે.

મુંબઇ પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક કમાલની પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં એક નાગરીકના સવાલનો તેમણે પ્રેમથી જવાબ આપ્યો છે. હવે મુંબઇ પોલીસનો જવાબ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મુંબઇ પોલીસના આ ટ્વીટને લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યુ છે અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમને જણાવી દઇએ કે, મુંબઇના એક વ્યક્તિએ ટ્વિટ કરીને પોલીસને પુછ્યુ હતુ કે તેનું નામ સની છે અને શું તે ઘરની બહાર નીકળી શકે છે ? આ ટ્વીટનો (Mumbai Police Tweet) જવાબ આપતા મુંબઇ પોલીસે કહ્યુ કે, સર જો તમે સાચે સૂર્ય મંડળના એ તારા છો જેની આસપાસ પૃથ્વી અને સૂર્ય મંડળના બીજા ગ્રહો ફરે છે. તો અમને આશા છે કે તમે જે જવાબદારીને નિભાવી રહ્યા છો તેને ગંભીરતાથી સમજતા હશો. મહેરબાની કરીને પોતાને કોરોના વાયરસથી નજીક લાવીને તમારી ફરજને જોખમમાં ન નાખો.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેયર થતા જ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યુ. લોકોએ કહ્યુ કે મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની પોસ્ટને તેઓ પસંદ કરે છે. કેટલાક લોકોએ કહ્યુ કે પોલીસે આ વ્યક્તિને લૉકડાઉનની ગંભીરતા સમજાવી છે.

મુંબઇમાં ફરીથી કોરોનાના કેસ વધ્યાં છે તેવામાં મુંબઇ પોલીસ પોતાની ક્રિએટીવીટી દ્વારા લોકોને જાગૃત કરવામાં લાગી છે. થોડા દિવસો પહેલા મુંબઇ પોલીસે અમિતાભ બચ્ચનની એક ફિલ્મનો સીન શેયર કરતા લોકોને હાથ ધોવાનું મહત્વ સમજાવ્યુ હતુ

આ પણ વાંચો – દેશમાં Black Fungus ના 11717 કેસ નોંધાયા, સૌથી વધારે ગુજરાત,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં

Next Article