દેશમાં Black Fungus ના 11717 કેસ નોંધાયા, સૌથી વધારે ગુજરાત,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં

ભારતમાં આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી Black Fungus ના 11,717 નવા કેસ નોંધાયા છે.ગુજરાતમાં Black Fungusના સૌથી વધુ 2, 859 કેસ નોંધાયા છે. જ્યારે તેની બાદ મહારાષ્ટ્રમાં 2 770 અને આંધ્રપ્રદેશમાં 768 કેસ નોંધાયા છે.

દેશમાં Black Fungus ના 11717 કેસ નોંધાયા, સૌથી વધારે ગુજરાત,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં
દેશમાં Black Fungus ના 11717 કેસ નોંધાયા

ભારતમાં એક તરફ જ્યારે કોરોના( Corona)ના કેસોમાં ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે હવે Black Fungusના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી બ્લેક ફંગસ (Mucormycosis ) ના 11,717 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ ગુજરાત,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે.

ગયા સપ્તાહે કોરોના( Corona)દર્દીઓમાં બ્લેક ફંગસના વધતા જતા કેસોને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તેને ‘રોગચાળા’ તરીકે જાહેર કરવા અને તમામ કેસ નોંધાવવા જણાવ્યું હતું. પીએમ મોદીએ શુક્રવારે એમ પણ કહ્યું હતું કે ભારતમાં ચાલી રહેલા કોરોના સામેની લડતમાં આ રોગ એક નવો પડકાર બન્યો છે.

ગુજરાતમાં Black Fungusના સૌથી વધુ 2,859 કેસ નોંધાયા છે. જ્યારે તેની બાદ મહારાષ્ટ્રમાં 2,770 અને આંધ્રપ્રદેશમાં 768 કેસ નોંધાયા છે.

કેન્દ્રીય પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે બુધવારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમ્ફોટોરિસિન-બીની 29, 250 વાયલ(શીશી) ઓ ફાળવવામાં આવી છે. જે Mucormycosis (બ્લેક ફંગસ) ની સારવારમાં વપરાય છે. આ ફાળવણી રાજ્યમાં રોગના દર્દીઓની સંખ્યાના આધારે કરવામાં આવી છે.

તેમણે માહિતી આપી હતી કે, અગાઉ એમ્ફોટોરિસિન-બી દવાના 19,420 વાયલ(શીશી)ઓ જુદા- જુદા રાજ્યોમાં 24 મેના રોજ અને 21 મેએ 23,680 વાયલ(શીશી) ઓ મોકલવામાં આવી હતી.

દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં Black Fungusના 620 કેસ નોંધાયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી છે.

Mucormycosis(બ્લેક ફંગસ) એક ફંગલ ચેપ છે. જેની રોગપ્રતિકારક શક્તિ રોગ અથવા તેની સારવારને લીધે નબળી પડી છે તેને અસર કરે છે. આ ફૂગ હવામાં હાજર છે અને એવા લોકોને ચેપ લગાડે છે. જો કે તે જરૂરી નથી કે આ ચેપ ફક્ત કોરોના દર્દીઓમાં થાય છે તે અન્યને પણ સંક્રમિત કરી શકે છે.