Mumbai Unlock: મુંબઈમાં કોરોના કંટ્રોલમાં, ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 ટકા અનલોક, BMCના અધિકારીએ આપ્યા સંકેત

|

Feb 08, 2022 | 11:12 AM

થોડા દિવસ પહેલા જ મુંબઈ મહાનગરપાલિકાએ રાત્રિ કર્ફ્યૂ હટાવી લીધો હતો અને હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમાઘરો, નાટકઘરો, થીમ પાર્ક, સ્વિમિંગ પુલને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપી હતી.

Mumbai Unlock: મુંબઈમાં કોરોના કંટ્રોલમાં, ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 ટકા અનલોક, BMCના અધિકારીએ આપ્યા સંકેત
File Image

Follow us on

ફેબ્રુઆરી મહિનાના અંત સુધી મુંબઈ (Mumbai)માં 100 ટકા અનલોક થઈ જશે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણી (BMC Additional Commissioner Suresh Kakani)એ આ જાણકારી આપી છે. મુંબઈમાં કોરોના (Corona in mumbai) હવે ફૂલ કંટ્રોલમાં આવી ચૂક્યો છે. હવે દરરોજ 500થી ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં કોરોનાના કારણે હાલમાં એક જ ઈમારત સીલ છે. BMCનો દાવો છે કે આગામી અઠવાડિયા સુધી મુંબઈમાં 100 ટકા લોકોનું વેક્સિનેશન પૂરૂ થઈ જશે. ત્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈમાંથી કોરોનાના નિયમો અને પ્રતિબંધોને પૂરી રીતે હટાવી લેવામાં આવશે. તેની પુરી તૈયારી કરવામાં આવી ચૂકી છે.

થોડા દિવસ પહેલા જ મુંબઈ મહાનગરપાલિકાએ રાત્રિ કર્ફ્યૂ હટાવી લીધો હતો અને હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમાઘરો, નાટકઘરો, થીમ પાર્ક, સ્વિમિંગ પુલને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપી હતી. લગ્ન પ્રસંગોમાં પણ સંબંધિત જગ્યાની ક્ષમતાના 25 ટકા અથવા વધારેમાં વધારે 200 લોકોને હાજર રહેવાની પરવાનગી છે. હવે કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી ચૂક્યુ છે. તેથી BMCએ હવે પ્રતિબંધોનને પૂરી રીતે હટાવી લેવાનું મન બનાવી લીધુ છે. તેવા એડિશનલ કમિશ્નર સુરેશ કાકાણીએ સંકેત આપ્યા છે.

મુંબઈમાં જનજીવન ઝડપથી થઈ રહ્યું છે સામાન્ય

મુંબઈમાં કોરોનાકાળના પ્રતિબંધ ઘણી હદ સુધી ઓછા થઈ ચૂક્યા છે. જનજીવન ધીમે-ધીમે સામાન્ય થઈ રહ્યું છે. લોકોના કામ-ધંધા પણ રાબેતા મુજબ થઈ રહ્યા છે. હવે રાજ ઠાકરેની પાર્ટી એમએનએસના મનોરંજન વિભાગના અધ્યક્ષે માંગ કરી છે કે સિનેમા હોલ અને થિયેટરોને પણ 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. મુંબઈવાસીઓની આજ માંગ દરિયાકિનારા, ગાર્ડન, પાર્ક, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, થીમ પાર્કને લઈને પણ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલમાં કોરોનાને લઈ મુંબઈની શું સ્થિતિ છે?

હાલમાં મુંબઈમાં કોરોના સંક્રમણ ઘણુ ઓછુ થઈ ચૂક્યુ છે. સોમવારે મુંબઈમાં કોરોનાના કેસ 500થી પણ ઓછા એટલે કે 356 જ સામે આવ્યા. તે સિવાય 949 લોકો કોરોનાથી મુક્ત પણ થયા. મુંબઈમાં કોરોના રિક્વરી રેટ પણ એક ટકા વધી ગયો છે. હાલ કોરોના રિક્વરી રેટ 98 ટકા છે. હાલમાં મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ 5,139 છે. મુંબઈમાં કોરોનાનો સાપ્તાહિક ગ્રોથ રેટ હાલમાં 0.09 ટકા છે. ત્યારે ગઈ કાલે કોરોનાથી 5 લોકોના મોત પણ થયા.

 

આ પણ વાંચો: Corona: ઝડપથી ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, દેશમાં નવા કેસ 70 હજારથી ઓછા, એક્ટિવ કેસ ઘટીને 10 લાખની નીચે નોંધાયા

Next Article