Mumbai Weather: મુંબઈમાં તીવ્ર ઠંડી! દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પાકિસ્તાનમાંથી મુસીબત બનીને આવ્યું સફેદ પાવડરનું તોફાન
મુંબઈમાં (Mumbai) છેલ્લા દસ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે મુંબઈના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મુંબઈમાં (Mumbai) છેલ્લા દસ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે મુંબઈના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 10 વર્ષમાં મુંબઈનું આ સૌથી નીચું મહત્તમ તાપમાન છે.આઈએમડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં આગામી કેટલાક દિવસો સુધી તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું છે. માત્ર મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર (Cold Wave) ખૂબ જ વધી ગયું છે. આજે (24 જાન્યુઆરી, સોમવાર) હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગો (ખાસ કરીને પુણે અને નાસિક)માં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.
આ કડકડતી ઠંડી ઉપરાંત હવે નવી સમસ્યા ઉભી થઈ છે. મુંબઈ અને પુણેના ઘણા વિસ્તારોમાં વાહનો પર સફેદ પાવડરના થર છવાઈ ગયા છે. ધૂળ અને ધુમ્મસની આ ચાદરને કારણે શહેરમાં વિઝીબલીટી ઓછી થઈ છે.
Mumbai weather really terrific today … Dusty Cloudy Windy Rainy Coolest … pic.twitter.com/TmJXFH4l5e
— K S Hosalikar (@Hosalikar_KS) January 23, 2022
ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના બલૂચિસ્તાનથી ગુજરાત અને અરબી સમુદ્ર થઈને આવતા ધૂળ ભરેલા પવનો મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. આ કારણે મુંબઈ અને પુણેમાં વાહનો પર સફેદ ધૂળની ચાદર છવાઈ ગઈ છે. બલૂચિસ્તાનના પવનો સાથે આ સફેદ પાવડર જેવી ધૂળ ગુજરાતના સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને કોંકણ વિસ્તારને આવરી લે છે. રવિવારે પણ મુંબઈ, કોંકણ, ઉત્તર મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થયો હતો. આ રીતે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ક્યાંક અચાનક વરસાદ શરૂ થાય છે તો ક્યાંક અચાનક ઠંડી પડી રહી છે.
મુંબઈમાં બેહિસાબ ઠંડી, સૌથી નીચા તાપમાનનો રેકોર્ડ
મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. એટલે કે છેલ્લા દસ વર્ષમાં મુંબઈમાં સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ નોંધાયો છે. કોલાબા અને સાંતાક્રુઝના IMD કેન્દ્રો પર દિવસનું મહત્તમ તાપમાન 24 અને 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે, તે રાત્રિ દરમિયાન 21.6 અને 21 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. આ તાપમાનમાં લગભગ 5.8 અને 6.8 સેલ્સિયસનો ઘટાડો છે. ગયા વર્ષે સૌથી ઓછું મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મુંબઈ, કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે
ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી આવતા ધૂળિયા પવનોમાં ભેજ છે. આ પવનોને કારણે મુંબઈ, કોંકણ અને મહારાષ્ટ્રના ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.