Mumbai News : મુંબઈમાં 2 મહિના પહેલા રિક્ષામાં રેપની ચોંકવનારી ઘટના સામે આવી હતી. એક 24 વર્ષના યુવકે 20 વર્ષની યુવતી સાથે રેપ કર્યો હતો. આ ઘટના બાદ જે આરોપી ફરાર થયો હતો, તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રેપ કેસમાં પકડાયેલા આરોપીનું નામ ઈન્દ્રજીત સિંહ છે. તેની યુપી પોલીસ (Mumbai Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
20 વર્ષની રેપ પીડિતાના જણાવ્યા મુજબ, 17 મે, 2023ના રોજ સાંજે 4 વાગ્યે નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગાંવ પરત ફરતી વખતે ઓટો ચાલકે બાથરૂમ જવાના બહાને આરેના જંગલમાં ઓટો રોકી હતી. મહિલાનું ગળું દબાવીને તેને ચૂપ કરી હતી પછી તેનો રેપ કર્યો હતો. રેપ બાદ લાત મારી અને કોઈને ન કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: તુલજા ભવાની મંદિરમાં ગયા વર્ષની સરખામણીએ બમણો ચઢાવો અર્પણ થયો, જાણો કારણ
Maharashtra | A 24-year-old rickshaw driver, identified as Indrajeet Singh arrested from Uttar Pradesh for allegedly raping & threatening a 20-year-old woman in a rickshaw in Aarey Colony of Goregaon in Mumbai. Case registered under sections 376 and 506 of IPC. He will be…
— ANI (@ANI) July 10, 2023
આ પણ વાંચો : ભારતનું લોકપ્રિય હિલ સ્ટેશન, ચોમાસામાં અહીંનુ પ્રાકૃતિક સૌદર્ય તમારું મન મોહી લેશે, જુઓ Photos
બળાત્કાર બાદ આરોપીએ મહિલાને લાતો અને મુક્કાઓ વડે માર માર્યો હતો અને આ ઘટના અંગે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી.આ ઘટના 17 મેના રોજ બની હતી, પરંતુ મારપીટ અને ધમકીઓને કારણે મહિલાએ ડરના કારણે કોઈને કહ્યું ન હતું. 20 વર્ષીય પીડિતાને માર મારવાને કારણે તેના ટાંકા તૂટી ગયા હતા અને તેને ખૂબ લોહી વહી રહ્યું હતું.
જ્યારે પરિવારના સભ્યોએ મહિલા પર દબાણ કરીને આ અંગે પૂછ્યું તો મહિલાએ પરિવારના સભ્યોને માત્ર છેડતીની વાત કહી હતી. પરિવારના સભ્યો મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યારબાદ જ્યારે પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો મહિલાએ આખી વાત જણાવી હતી. આ યુવતી CBD બેલાપુર નવી મુંબઈથી ગોરેગાંવ આવી રહી હતી.
છેવટે 6 જુલાઈ, 2023ના રોજ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે આરોપી ઉત્તરપ્રદેશ ભાગી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના જ સાથીઓની મદદ લીધી, પહેલા તેને બહાને મુંબઈ બોલાવ્યો અને આરોપી મુંબઈ પહોંચતા જ આરે પોલીસે તેની ધરપકડ કરી.આરોપી વિરુદ્ધ કલમ 376, 354 B 509, 323, 506 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:44 am, Mon, 10 July 23