Maharashtra : રાણા દંપતિને મોટી રાહત, મુંબઈ સેશન્સ કોર્ટ શરતો સાથે નવનીત રાણા અને રવિ રાણાને જામીન આપ્યા

|

May 04, 2022 | 1:05 PM

મુંબઈ સેશન્સ કોર્ટ રાણા દંપતિને મોટી રાહત આપી છે.

Maharashtra : રાણા દંપતિને મોટી રાહત, મુંબઈ સેશન્સ કોર્ટ શરતો સાથે નવનીત રાણા અને રવિ રાણાને જામીન આપ્યા
Navneet Rana and Ravi Rana

Follow us on

CM ઉદ્ધવ ઠાકરેના(CM Uddhav Thackeray)  નિવાસ સ્થાને હનુમાન ચાલીસાના પાઠ કરવાને લઈને નવનીત રાણા (Navneet Rana) અને તેના પતિ રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે હાલ મુંબઈ સેશન્સ કો(Mumbai Sessions Court) ર્ટ રાણા દંપતિને મોટી રાહત આપી છે.કોર્ટ શરતો સાથે આ જામીન મંજુર કર્યા છે.તમને જણાવી દઈએ કે, રાણા દંપતિની ધરપકડ બાદ તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ રાણા દંપતિએ(Rana Couple)  જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો : નવનીત રાણા

અમરાવતીના સાંસદ નવનીત રાણાએ સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નિવાસસ્થાન બહાર “હનુમાન ચાલીસા” ના ઉચ્ચારણ કરીને તેઓ શિવસેનામાં (Shivsena)  ‘હિંદુત્વ’ની ભાવના જગાવવા માંગતા હતા, ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો.તમને જણાવી દઈએ કે, સાંસદ-ધારાસભ્ય દંપતીની બે દિવસ પહેલા રવિવારે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બાંદ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં (Court Justice) મોકલી દીધા હતા. હાલમાં ધારાસભ્ય રવિ રાણા તળોજા જેલમાં અને સાંસદ નવનીત રાણા ભાયખલા જેલમાં બંધ છે.

આ કારણે વિવાદ વણસ્યો

ગયા અઠવાડિયે શનિવારે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએદંપતી ‘માતોશ્રી’ ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોજના બનાવી, ત્યારબાદ તેમના નિવાસસ્થાનની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ.બાદમાં રાજકીય દંપતીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

આ પહેલા લોકસભા સચિવાલય દ્વારા ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો હતો કે, 25 એપ્રિલના રોજ મળેલા ઈમેલ/ફરિયાદની નકલ સાંસદ નવનીત રવિ રાણા પાસેથી પ્રાપ્ત થઈ છે, જેમાં આરોપ છે કે મુંબઈના ખાર પોલીસ દ્વારા તેની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવે છે. આથી લોકસભા અધ્યક્ષે મહારાષ્ટ્ર સરકારને 24 કલાકની અંદર સચિવાલયમાં તથ્યાત્મક અહેવાલ (Factual Report)  રજુ કરવા કહેવામાં આવ્યુ છે.

Published On - 11:34 am, Wed, 4 May 22

Next Article