Mumbai Schools Reopening: ઓમીક્રોન વેરીઅન્ટના જોખમને ધ્યાનમા રાખીને સ્કુલ ખોલવાની તારીખ બદલાઈ, હવે 1 લી ડિસેમ્બરથી નહી પણ આ તારીખથી ખુલશે સ્કુલ

|

Nov 30, 2021 | 6:00 PM

મુંબઈમાં ધોરણ 1 થી ધોરણ 7 સુધીની શાળાઓ આવતીકાલ (1 ડિસેમ્બર) થી ખુલશે નહીં. ઓમીક્રોન વેરીઅન્ટના સંભવિત જોખમોને ધ્યાને રાખીને બીએમસી એ આ નિર્ણય કર્યો છે.

Mumbai Schools Reopening: ઓમીક્રોન વેરીઅન્ટના જોખમને ધ્યાનમા રાખીને સ્કુલ ખોલવાની તારીખ બદલાઈ, હવે 1 લી ડિસેમ્બરથી નહી પણ આ તારીખથી ખુલશે સ્કુલ
Mumbai schools reopening from 15th December

Follow us on

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સ્કૂલ ખોલવાને લઈને મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ધોરણ 1 થી ધોરણ 7 સુધીની શાળાઓ આવતીકાલ (1 ડિસેમ્બર) થી નહીં ખુલે. મુંબઈમાં શાળાઓ 15 દિવસ પછી એટલે કે 15મી (Mumbai school reopening from 15th December) ડિસેમ્બરથી ખુલશે. આ નિર્ણય આજે (30 નવેમ્બર, મંગળવાર) મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને શાળા શિક્ષણ સાથે સંબંધિત અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને BMCએ આ નિર્ણય લીધો છે.

 

પુણે અને નાશિકમાં પણ 1 ડિસેમ્બરથી શાળાઓ નહીં ખુલે

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

પુણેમાં પણ આવતીકાલથી શાળાઓ નહીં ખુલે. મુંબઈની જેમ પૂણેમાં પણ હવે 15 ડિસેમ્બરથી શાળાઓ ખુલશે. આ સંદર્ભે આજે મેયર મુરલીધર મોહોલ અને પુણે મ્યુનિસિપલ કમિશનર વિક્રમ કુમાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પુણેમાં શાળા ખોલવાનો નિર્ણય 15 ડિસેમ્બર પછી લેવામાં આવશે. આ પછી નાશિક મહાનગરપાલિકાએ પણ આવતીકાલથી શાળા ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. નાસિકમાં શાળાઓ ખોલવાનો નિર્ણય 10 ડિસેમ્બર પછી લેવામાં આવશે. નાશિકના મેયરે આ જાણકારી આપી છે.

સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રથમ ધોરણથી શાળાઓ 1 ડીસેમ્બરથી ખુલી રહી છે

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શાળાને પ્રથમ વર્ગથી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ પર મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે લીલી ઝંડી આપી દીધી હતી. સોમવારે મુંબઈ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણયને મંજૂરી મળવાની હતી. પરંતુ કેબિનેટની બેઠકમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના સંભવિત જોખમો અને તેને રોકવાના ઉપાયો પર ચર્ચા થઈ રહી હતી. શાળા ખોલવા બાબતે કોઈ ચર્ચા થઈ જ નહી. બોલ ફરી આરોગ્ય વિભાગના ખોળામાં જ આવી ગયો. આરોગ્ય વિભાગે શાળા ખોલવા પર સમંતી આપી.

આ પછી સાંજ સુધીમાં મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગનો સરકારી ઠરાવ (Government Resolution) પણ આવી ગયો. 1લી ડિસેમ્બરથી સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રથમ ધોરણથી શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. કન્ટેનમેન્ટ ઝોનને તેમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. શાળાઓ ખોલવા સંબંધિત નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે BMCએ 1 ડિસેમ્બરથી મુંબઈમાં શાળાઓ ખોલવાના નિર્ણયને ટાળી દીધો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ હેઠળ હવે મુંબઈમાં શાળાઓ આવતીકાલના બદલે 15 ડિસેમ્બરથી ખુલશે.

આ પણ વાંચો :  Mumbai Local Train: મુંબઈ લોકલના મુસાફરો માટે સારા સમાચાર! હવે ગોરેગાંવથી પનવેલ અને સીએસટીની સીધી ટ્રેન તરત જ મળશે

Next Article