Video : ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં આ ગર્ભવતી મહિલા પડી ગઈ, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

આજકાલ એક CCTV ફુટેજ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ગર્ભવતી મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરે છે,પરંતુ તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે.

Video : ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં આ ગર્ભવતી મહિલા પડી ગઈ, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
Mumbai Kalyan Station (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 5:28 PM

Viral Video : મુંબઈમાં ફરી એકવાર RPF જવાનની સતર્કતાને કારણે એક મુસાફરનો જીવ બચી છે. હકીકતમાં, મુંબઈના કલ્યાણ રેલવે સ્ટેશન પર એક ગર્ભવતી મહિલા ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી. મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ,પરંતુ આરપીએફ જવાને આ મહિલાને પ્લેટફોર્મ (Railway Platform) તરફ ખેંચી. આ રીતે, જવાનની સર્તકતાને કારણે ફરી એકવાર એક મુસાફરનો જીવ બચી ગયો છે.

આ મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી 

તમને જણાવી દઈએ કે, ચંદ્રેશ નામનો યુવાન તેના બાળક અને તેની ગર્ભવતી પત્ની સાથે ગોરખપુર એક્સપ્રેસમાં (Gorakhpur Express) જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. તે આકસ્મિક રીતે બીજી ટ્રેનમાં ચઢી ગયો. પરંતુ ટ્રેન દોડવાનું શરૂ થયા બાદ તેને ખબર પડી કે તે ગોરખપુર એક્સપ્રેસ નથી. જે બાદ તેણે તરત જ ટ્રેનમાંથી નીચે ઉતરવાનું શરૂ કર્યું. ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે આ ગર્ભવતી મહિલા નીચે પડી ગઈ. ત્યારે ફરજ પરના કોન્સ્ટેબલ (Constable) શ્રી એસ.આર. ખાંડેકરે તરત જ મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચી. RPF (Railway Protection Force) જવાનને કારણે ફરી એકવાર એક મુસાફરનો જીવ બચી ગયો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

સમગ્ર ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ

મહિલાને બચાવવાની આ ઘટના પ્લેટફોર્મ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મહિલા ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે નીચે પડી જાય છે. તેની સાથે અન્ય મુસાફરો પણ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મહિલા ટ્રેનની વચ્ચે ફસાઈ એ પહેલા જ આરપીએફ જવાન (RPF) દોડે છે અને મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચે છે.આ CCTV ફુટેજ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : 84 વર્ષના દાદીએ વિમાન ઉડાવ્યુ ! દાદીનું આ પરાક્રમ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો : Viral Video : ઢિંચાક પૂજાએ ‘દિલ કા શૂટર …’ ગીતનું નવું વર્ઝન બનાવ્યુ, આ વર્ઝન સાંભળીને યુઝર્સ હસીને લોટ પોટ થઈ ગયા

g clip-path="url(#clip0_868_265)">