AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : 24 કલાકમાં ગેરકાયદેસર મઝાર હટાવો, નહી તો અમે રામ મંદિર બનાવીશુ, MNS કાર્યકરે ઉચ્ચારી ચીમકી

કેડીએમસીના એક અધિકારીનું કહેવું છે કે અમને ફરિયાદ મળી છે, હાલ અમે જમીનના દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ. આ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai : 24 કલાકમાં ગેરકાયદેસર મઝાર હટાવો, નહી તો અમે રામ મંદિર બનાવીશુ, MNS કાર્યકરે ઉચ્ચારી ચીમકી
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:04 AM
Share

Mumbai : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ સ્થિત કલ્યાણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલી મઝારનો મુદ્દો ઉઠાવ્યો છે. જે ખાનગી જમીન પર બનેલ છે. વાસ્તવમાં, MNS વોર્ડ પ્રમુખ મહેશ બાંકરે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે એક અઠવાડિયાની અંદર “ગેરકાયદેસર” મઝારને હટાવવાની માંગ કરી છે અને ઉમેર્યું છે કે જો આવું ન થાય તો પછી તેની નજીક રામ મંદિર બનશે.

મીડિયા અહેવાલ અનુસાર, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં, MNS નેતાએ કહ્યું કે, હિંદુ સ્મશાન ભૂમિ પાસે રસ્તાના કિનારે એક ખાનગી જમીન પર ગેરકાયદેસર મઝાર બનાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન અશોક શિંદે નામના વ્યક્તિની છે. આ દરમિયાન MNS નેતાએ કહ્યું કે જો તેને એક સપ્તાહની અંદર દૂર કરવામાં નહીં આવે તો અમે બાજુની જમીન પર ભગવાન રામ મંદિર બનાવીશું.

શું છે મામલો?

આ સાથે MNS વોર્ડ પ્રમુખ મહેશ બેંકરનો આરોપ છે કે અગાઉ અશોક શિંદે આ જમીનનો ઉપયોગ ખેતી માટે કરતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી આ જમીનનો ખેતી માટે ઉપયોગ થતો ન હતો. તેણે કહ્યું કે તાજેતરમાં તેણે મેદાનની નજીક કેટલાક લોકોની હિલચાલ જોઈ અને જ્યારે તેણે ત્યાં તપાસ કરી, ત્યારે તેણે જોયું કે જમીન પર “ગેરકાયદેસર” મઝાર બનાવવામાં આવી હતી. જે પછી MNS નેતાએ શિંદે સાથે વાત કરી અને પૂછ્યું કે શું તેમણે આ બધા માટે પરવાનગી આપી છે, પરંતુ જ્યારે શિંદેએ ના પાડી તો તેમણે KDMCને મઝાર હટાવવાની ફરિયાદ કરી.

KDMC અધિકારીઓએ કહ્યું- દસ્તાવેજોની તપાસ કરશે

આ દરમિયાન જમીન માલિક અશોક શિંદેએ કહ્યું કે જમીન મારી છે અને મારી જમીન પર ગેરકાયદેસર રીતે મઝાર બનાવવામાં આવી છે, તેથી હું આ મામલે KDMCમાં ફરિયાદ કરીશ. જ્યારે કેડીએમસીના અધિકારીનું કહેવું છે કે અમને ફરિયાદ મળી છે, હાલ અમે જમીનના દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ. આ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">