Mumbai : કલાકો સુધી દરોડા, પૂછપરછ અને ધરપકડના કલાકો, જાણો સંજય રાઉત સાથે જોડાયેલા 10 મોટા અપડેટ્સ

|

Aug 01, 2022 | 8:27 AM

ઘરની બહાર નીકળતા પહેલા જ્યારે સંજય (Sanjay )રાઉતે તેની માતાને જોયા અને તેના પગ સ્પર્શ્યા તો માતાની આંખો ભીની થઈ ગઈ. સંજય રાઉતને વિદાય આપતી વખતે માતાએ તેમને તિલક લગાવ્યું હતું.

Mumbai : કલાકો સુધી દરોડા, પૂછપરછ અને ધરપકડના કલાકો, જાણો સંજય રાઉત સાથે જોડાયેલા 10 મોટા અપડેટ્સ
Top updates on Sanjay Raut (File Image )

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રવિવારે મુંબઈમાં પાત્રા ચાલ કૌભાંડના સંબંધમાં શિવસેનાના (Shivsena ) સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈના(Mumbai ) બેલાર્ડ એસ્ટેટમાં EDની વિભાગીય કચેરીમાં છ કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ 60 વર્ષીય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ દાવો કર્યો હતો કે રાઉતને રવિવારે સવારે 12.05 વાગ્યે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો કારણ કે તે તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા. તો બીજી તરફ, આજે એટલે કે સોમવારે શિવસેનાના નેતા સંજય રાઉતને મુંબઈની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ED દ્વારા તેમની કસ્ટડી માંગવામાં આવશે.

સંજય રાઉતની ધરપકડને લઈને રાજકીય પક્ષો દ્વારાબયાનબાજી પણ શરૂ થઈ ગઈ છે. શિવસેના, એનસીપી સહિત તમામ પક્ષો ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. જેમાં સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે ભાજપ સંજય રાઉતથી ડરે છે. તેઓએ અમને તેમની ધરપકડ અંગે કોઈ દસ્તાવેજ આપ્યા નથી. તેમને જાણી બુઝીને ફ્રેમ કરવામાં આવ્યા છે.

જાણો સંજય રાઉત સાથે જોડાયેલા અત્યાર સુધીના 10 સૌથી મોટા અપડેટ્સ

  1. મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને પૂછપરછ બાદ રવિવારે ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. EDના અધિકારીઓ રવિવારે સવારે 7 વાગ્યે ભાંડુપમાં સંજય રાઉતના બંગલે પહોંચ્યા હતા.
  2. પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતને બે વખત બોલાવ્યા બાદ પણ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ EDની ટીમ પૂછપરછ માટે રવિવારે વહેલી સવારે તેમના ઘરે પહોંચી હતી.
  3. આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
    એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
    તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
    3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
    સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
  4. આ દરમિયાન સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, ખોટી કાર્યવાહી, ખોટા પુરાવા, હું શિવસેના નહીં છોડીશ. હું મરી જઈશ તો પણ શરણે નહિ આવું. મહારાષ્ટ્ર અને શિવસેના વચ્ચે લડાઈ ચાલુ રહેશે. આટલું જ નહીં શિવસેના નેતા વતી પાર્ટીનું પ્રતીક પણ ટ્વિટ કરવામાં આવ્યું હતું.
  5. લગભગ 9 કલાકની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના સાંસદ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે. આ પછી સંજય રાઉત ભગવા કપડા લહેરાવતા ઘરની બહાર આવ્યા અને ત્યાં હાજર શિવસૈનિકોનો આભાર માન્યો હતો.
  6. સૂત્રોએ જણાવ્યું કે સંજય રાઉતે EDને કહ્યું કે તે એક જવાબદાર સાંસદ છે અને તેણે પોતાની જવાબદારી નિભાવવા માટે દિલ્હી જવું પડશે. રાઉતે EDને કહ્યું કે તે દિલ્હી જઈને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોડાશે.
  7. ઘરની બહાર નીકળતા પહેલા જ્યારે સંજય રાઉતે તેની માતાને જોયા અને તેના પગ સ્પર્શ્યા તો માતાની આંખો ભીની થઈ ગઈ. સંજય રાઉતને વિદાય આપતી વખતે માતાએ તેમને તિલક લગાવ્યું હતું. તેમણે તેમની માતાને ફરીથી ગળે લગાવી.
  8. અંદર જતા સંજય રાઉતે અચાનક પાછળ ફરીને ફરી કહ્યું કે મહારાષ્ટ્ર નબળું પડી રહ્યું છે, જાઓ પેંડા વહેંચો. બેશરમ, પેંડા વહેંચો. તેઓ મહારાષ્ટ્ર પર હુમલો કરવા આવી રહ્યા છે. શિવસેનાને ખતમ કરવા આવી રહ્યા છે.
  9. સંજય રાઉત પર અત્યાર સુધીની કાર્યવાહીના ભાગરૂપે EDએ અલીબાગની જમીન અને મુંબઈના દાદર ફ્લેટને જપ્ત કરી લીધો છે. થોડા દિવસો પહેલા કરવામાં આવેલી કાર્યવાહીમાં EDએ 11 કરોડ 15 લાખ 56 હજાર 573 રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. અલીબાગમાં 8 પ્લોટ જપ્ત કરવામાં આવ્યા છે.
  10. મુંબઈ પોલીસે શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ વાકોલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504,506 અને 509 હેઠળ સ્વપ્ના પાટકર (પાત્રા ચાલ જમીન કેસની સાક્ષી)ને કથિત રીતે ધમકી આપવા બદલ FIR નોંધી છે.
  11. પાટકરે તાજેતરમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેને ટાઇપ કરેલા પત્રમાં બળાત્કાર અને હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ પત્ર તેમને 15 જુલાઈના રોજ આપવામાં આવેલા અખબારમાં રાખવામાં આવ્યો હતો.
Next Article