Mumbai Rain: મુંબઈ, થાણે અને પાલઘરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ

|

Jul 21, 2021 | 9:53 AM

ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.

Mumbai Rain: મુંબઈ, થાણે અને પાલઘરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ
Mumbai Rains Update: Heavy rains forecast for next 3 days in Mumbai, Thane and Palghar, meteorological department issues alert

Follow us on

Mumbai Rains Update: મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હવામાન (Metrology Department)) વિભાગ દ્વારા મુંબઈ,થાણે અને પાલઘરમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ (meteorological department) દ્વારા મુબઈમાં યેલો એલર્ટ(Yellow Alert) આપવામાં આવ્યું છે જ્યારે નવી મુંબઈ (New Mumbai)અને થાણે (Thane)સહિત પાલઘરમાં ઓરેન્જ એલર્ટ(Orange Alert)  આપવામાં આવ્યું છે.

ઉપરાંત,ભારે વરસાદને પગલે મુંબઈના દરિયામાં 4 મિટર હાઈટાઈડની (High tide)આશંકા વ્યક્ત કરવામાં આવી છે.મહ્તવનું છે કે, મુંબઈમાં આસમાની આફતથી અત્યારસુધીમાં 32 થી વધુ લોકોનાં મોત થયા છે.ત્યારે બોમ્બે મહાનગરપાલિકા દ્વારા લોકોને નિચાણવાળા વિસ્તારોમાં ન રહેવા અપીલ કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કુલ વરસાદના 85 ટકા વરસાદ માત્ર એક મહિનામાં

ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.

ભારતીય હવામાન વિભાગની માહિતીના આધારે 1981 થી 2010 સુધી જુલાઈમાં મુંબઈમાં(Mumbai)  સામાન્ય રીતે 840.7 મીમી વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 958.4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: Mumbai Rain: BMCએ ફરીથી આપી ચેતવણી, ચેમ્બુર-વિક્રોલીની જેમ મુંબઈના આ વિસ્તારોમાં પણ થઈ શકે છે દુર્ઘટના

આ પણ વાંચો: Raj Kundra Arrested: રાજ કુંદ્રા પર આ મોડેલે પણ લગાવ્યો આરોપ, વિડિઓ કોલ પર ન્યૂડ થઈને ઓડિશન આપવા કહ્યું હતું, જુઓ વીડિયો

Published On - 9:30 am, Wed, 21 July 21

Next Article