Mumbai Rain: ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

|

Jul 22, 2021 | 10:53 AM

મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોએ ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.

Mumbai Rain: ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ
Mumbai Rain

Follow us on

મુંબઇ સહિત મહારાષ્ટ્રના (Maharashtra) ઘણા વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ ભારે વરસાદની આશંકાને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રના જલના, બીડ, નાંદેડ, લાતુર, પરભણી, હિંગોલી, સતારા, પુના, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોએ ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઉપરાંત, ભારે વરસાદને પગલે ટ્રેન (Train) સેવા પણ પ્રભાવિત થઈ હતી. શહેરમાં ઉંબરમાળી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભારતીય હવામાન વિભાગ (Indian Metrological Department) દ્વારા મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને અનેક શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

ભારતીય હવમાન વિભાગના જણાવ્યા મુજબ, ગુરુવારે મુંબઇમાં ભારે વરસાદની આગાહીને પગલે ‘ઓરેંજ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે શહેરના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારે વરસાદને કારણે ઉંબરમાળી રેલ્વે સ્ટેશન અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન (Local Train) સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલવે સેવા સ્થગિત કરવાની ફરજ પડી હતી. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રેલવે ટ્રેક પર વચ્ચે પાણી ભરાવાના કારણે મધ્ય રેલ્વેના ખારડી અને ઇગતપુરી સ્ટેશનો વચ્ચેની રેલવે સેવા પણ સ્થગિત કરવામાં આવી હતી.”

દસ કલાકમાં 68.72 મીમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation)) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે દસ કલાકમાં મુંબઇમાં 68.7272 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 58.75 મીમી અને 58.24 મીમી વરસાદ નોંધાયો હતો.

 

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકરાની સ્થિતિ જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મુંબઈ શહેર માટે આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 

આ પણ વાંચો : Maharashtra: BMCએ બકરીઈદ માટે કુરબાનીની નક્કી કરી મર્યાદા, આ મુદ્દે હસ્તક્ષેપનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું, તહેવારો કરતાં જીવન મહત્ત્વનું

આ પણ વાંચો : Maharashtra : ભૂતપૂર્વ પ્રધાન ગિરીશ મહાજને પાંચ ફૂટ લાંબો, જીવતો સાપ પકડ્યો, જાણો પછી શું થયું ?

Next Article