Mumbai Rain: BMCએ ફરીથી આપી ચેતવણી, ચેમ્બુર-વિક્રોલીની જેમ મુંબઈના આ વિસ્તારોમાં પણ થઈ શકે છે દુર્ઘટના

|

Jul 20, 2021 | 7:09 PM

BMCએ મુંબઇના કેટલાક વધુ ડુંગરાળ વિસ્તારોમાં રોક સ્લાઈડિંગના કારણે અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરી છે સાથે જ ત્યાંના રહેવાસીઓને ચેતવણી આપી છે. જે લોકો આવા વિસ્તારોમાંથી બીજે ક્યાંય વસવાટ કરતા નથી જઈ રહ્યા તેઓ પોતે જ તેમના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે જવાબદાર રહેશે.

Mumbai Rain: BMCએ ફરીથી આપી ચેતવણી, ચેમ્બુર-વિક્રોલીની જેમ મુંબઈના આ વિસ્તારોમાં પણ થઈ શકે છે દુર્ઘટના
ફાઈલ ફોટો

Follow us on

રવિવારે ચેમ્બુર વશીનાકા, વિક્રોલી સૂર્યનગર અને ભાંડુપમાં ખડકના પડવાની ઘટનાઓમાં અત્યાર સુધી 32 લોકોનાં મોત નીપજ્યાં છે. આવી જ રીતે સોમવારે થાણેના કાલવામાં રોક સ્લાઈડને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં હતા. સતત બે દિવસના આ મોટા અકસ્માતો બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઇના કેટલાક વધુ ડુંગરાળ વિસ્તારોમાં રોક સ્લાઈડિંગના કારણે અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરી છે સાથે જ ત્યાંના રહેવાસીઓને ચેતવણી આપી છે. BMC વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો આવા વિસ્તારોમાંથી બીજે ક્યાંય વસવાટ કરતા નથી જઈ રહ્યા તેઓ પોતે જ તેમના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે જવાબદાર રહેશે. જો કુદરતી આફતોને કારણે થતા કોઈ અકસ્માતને કારણે જાન-માલનું નુકસાન થાય છે તો વહીવટ તે માટે જવાબદાર રહેશે નહીં.

મુંબઈના આ વિસ્તારોમાં દુર્ઘટનાનો ખતરો

ગિરગામ ‘ડી’ વોર્ડની નેપિયન સી માર્ગ નજીક આશાનગર ઝૂંપડપટ્ટી અને જલદર્શન સોસાયટીનો પાછલો ભાગ, નવયુગ સોસાયટીનો પાછલો ભાગ અને ફોર્જટ હિલ વિસ્તારના ચંદુલાલ ધોબીઘાટ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે ભુલાભાઇ દેસાઈ માર્ગ પાસેની રાજાબલી લેનનો છેલ્લો ભાગ, ફોર્જેટ હિલનું રહેવાસી નગર, મણિયાર ઈમારતનો પાછળનો ભાગ, બી.એન. વાડિયા ચોલ અને એમ.પી મિલ કમ્પાઉન્ડ (જનતાનગર) ની પાછળનો ભાગ, બાબુલનાથ કોમ્પ્લેક્સનો લોયલકા કમ્પાઉન્ડ, પાથરવાલા ચોલનો પાછળનો ભાગ, દાદીસેઠ લેનનો ભાગ; વગેરે સ્થાનોએ રોક સ્લાઇડ માટેના સંભવિત સ્થાનો છે.

ચેંબૂર એમ/પૂર્વ વોર્ડના દિનક્વારી માર્ગ પાસે ગૌતમ નગર, પાંજરાપોળ અને ઓમ ગણેશ નગર, રાહુલ નગર, નાગાબાબા નગર, સહ્યાદ્રી નગર, અશોક નગર, ભારત નગર, બંજારતાંડા, હાશુ અડવાણી નગર અને એલ.યુ. ગડકરી માર્ગ નજીક વિષ્ણુ નગર ટેકરીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તેવી જ રીતે, ભંડુપ ‘એસ’ વોર્ડના વિક્રોલી પશ્ચિમના સૂર્યનગર, ઇન્દિરા નગર, ગૌતમ નગર, પાસપોલી, જયભીમ નગર, પવાઈ નજીક ગૌતમ નગર, રામાબાઇ આંબેડકર નગર ભાગ 1 અને 2, નરદાસ નગર, ગાવ દેવી ટેકડી, ભંડુપ પશ્ચિમ સ્થળોએ ગામ દેવી માર્ગ, ટેમ્ભીપડા, રાવતે કમ્પાઉન્ડ, ખિંડીપાડા, રામનગર, હનુમાન નગર, અશોક ટેકડી, અંબ્યાચી ભરણી જેવા સ્થળો પર અકસ્માતોના ભયની ચેતવણી આપવામાં આવી છે.

ચેમ્બુર, વિક્રોલીના 175 રહેવાસીઓ અન્ય સ્થળોએ સ્થળાંતર કરાયા

ચેમ્બુરના વશિનાકા ભરતનગરમાં 8 લોકો અને વિક્રોલીના સૂર્યનગરમાં પંચશીલ ચૌલમાં 6 મકાનો પર ખડકના સ્ખલનના કારણે 31 લોકો જીવ ગુમાવ્યાં છે. એ જ રીતે, ભંડુપમાં બનેલી ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ચેમ્બુર અને વિક્રોલીના સ્થળો પરથી 175 લોકોને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન ઇમરજન્સી મેનેજમેંટ વિભાગે ચેમ્બુરના ભરત નગર અને વિક્રોલીમાં સૂર્યનગરમાં કાટમાળ સાફ કરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.

 

આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આ પણ વાંચો: Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Next Article