AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Rain : વસઇ વિરારના અનેક વિસ્તારમાંથી 80 લોકોનું રેસ્કયુ કરાયું, તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા

મુંબઈમાં ગઈકાલ રાતથી વરસી રહેલા ભારે વરસાદનાં કારણે મુંબઈગરાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. અંધેરી પશ્ચિમ સબવે (Andheri Subway) પાસે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

Mumbai Rain : વસઇ વિરારના અનેક વિસ્તારમાંથી 80 લોકોનું રેસ્કયુ કરાયું, તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા
Mumbai Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 12:04 PM
Share

Mumbai Rain :  મુંબઈ (Mumbai)માં ગઈકાલ રાતથી વરસી રહેલા ભારે વરસાદ( Rain)નાં કારણે મુંબઈગરાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. અંધેરી પશ્ચિમ સબવે (Andheri Subway) પાસે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ વસઈ (Vasai) માં પણ તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા.

વસઈના વિરાર વિસ્તારમાં મધ્યરાત્રીથી જ ભારે વરસાદ (Rain) પડ્યો છે. અંદાજે 4 કલાક બાદ વસઈના વિરારના તમામ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેનાથી જાહેર જન જીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. વહેલી સવારે વરસાદ બંધ પડ્યા બાદ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વિરાર પૂર્વી કાન્હેર ફાટાના જાધવ પાડામાં ફસાયેલા અંદાજે 80 લોકોને આજે વહેલી સવારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિરારના પૂર્વ ચિરાયું જહાંગીદ, માનવેલ પાડા, વિરાર એમબી એસ્ટેટ, નાલાસોપારા ઈસ્ટ, સેન્ટ્રલ પાર્ક, નગીન્દાસ પાડા, અચોલે રોડ, સંતોષ ભવન, વસંત નગરીના વિસ્તારોમાં પુર જેવા દર્શોયો સર્જાયા હતા.

મોડીરાત્રે અચાનક આવેલા મુશળધાર વરસાદે (Rain) તબાહી મચાવી છે. કાનેર ફાટા જાધવ નગર ખાતેના મકાનોમાં પાણી ધુસી ગયા હતા. એકબાજુ લોકો પાણી જોઈને ગભરાઈ ગયા છે. ત્યારે વહેલી સવારે વસઈ વિરાર (Vasai-Virar) ફાયર બ્રિગેડ(Fire brigade)ની ટીમે 80 લોકોનું રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા.

વસઇ વિરાર (Vasai-Virar)મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation)ના ફાયર બ્રિગેડ (Fire brigade)ની મદદથી 20 બાળકો, 25 મહિલાઓ (જેમાંથી ત્રણ ગર્ભવતી મહિલાઓ છે), 30 પુરુષો અને 7 થી 8 બકરીઓને દોરડાની મદદથી બચાવી હતી. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

આ દરમિયાન વસઈથી વસઈ કાંટા જનારો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદ (Rain) ને પગલે વસઇ મેઈન રોડ ઉપર અનેક વાહનો અટવાયા હતા. વસઈ ફતેહ તરફ જવાનો રસ્તો, ઇવરશિન સિગ્નલ, વસંત નગરી સિગ્નલ બધા જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : યુગાન્ડાનો ખેલાડી હોટલમાંથી ગાયબ થતા, આયોજકો મુંઝવણમાં મુકાયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
g clip-path="url(#clip0_868_265)">