કોરોનાકાળ વચ્ચે પણ મુંબઈમાં ઘરોના વેચાણમાં તેજી, ડીસેમ્બરમાં વેચાયા આટલા ઘર

|

Jan 02, 2022 | 7:59 PM

ડી-માર્ટના રાધાકૃષ્ણન દામાણીએ મલબાર હિલમાં 1,001 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો. અમિતાભ બચ્ચને પણ અંધેરી વિસ્તારમાં 31 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ઘર ખરીદ્યું હતું.

કોરોનાકાળ વચ્ચે પણ મુંબઈમાં ઘરોના વેચાણમાં તેજી, ડીસેમ્બરમાં વેચાયા આટલા ઘર
File Image

Follow us on

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મુંબઈ (Mumbai)માં કુલ 9,320 મકાનો વેચાયા હતા. જેના કારણે પાછલા મહિનાની સરખામણીમાં મકાનોના વેચાણમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે. 2021ના છેલ્લા મહિનામાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં (Corona Cases) ઉછાળો આવ્યો છે. પરંતુ તેની અસર કન્સ્ટ્રક્શન (construction) અને રિયલ એસ્ટેટ બિઝનેસ (real estate businesses) પર દેખાઈ ન હતી.

ડિસેમ્બર મહિનાના પ્રથમ 20 દિવસમાં દરરોજ લગભગ 293 મકાનો ખરીદવામાં આવ્યા હતા. છેલ્લા 11 દિવસમાં સરેરાશ 314 મકાનો ખરીદવામાં આવ્યા છે. આખા વર્ષમાં મુંબઈમાં 1,11,552 મકાનો ખરીદવામાં આવ્યા હતા.  વર્ષ 2020ની સરખામણીમાં 2021માં મકાનોની ખરીદીમાં 70 ટકાનો વધારો થયો છે. છેલ્લા વર્ષમાં મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સૌથી વધુ ઘરની ખરીદી જોવા મળી છે. આ રીતે વર્ષ 2021માં મુંબઈમાં આટલા ઘરોની ખરીદીને કારણે સરકારી તિજોરીમાં કુલ 6,089 કરોડ રૂપિયાની આવક જમા થઈ ગઈ છે.

મુંબઈવાસીઓ કયાં ઘરો ખરીદવામાં વધુ રસ ધરાવે છે?

કુલ મકાનોની ખરીદીની પેટર્ન જોઈએ તો 500 ચોરસ ફૂટ સુધીના મકાનો સૌથી વધુ ખરીદવામાં આવ્યા છે. લગભગ 42 ટકા લોકોએ આટલા જ મોટા મકાનો ખરીદ્યા છે. આ પછી 500થી 1000 સ્ક્વેર ફૂટ સુધીના મકાનો ખરીદવામાં લોકોએ વધુ રસ દાખવ્યો. 41 ટકા લોકોએ આ રેન્જના મકાનો ખરીદ્યા છે. માત્ર 13 ટકા લોકોએ 1000 થી 2000 ચોરસ ફૂટ સુધીના ઘરો ખરીદ્યા છે. માત્ર 4 ટકા લોકોએ 2000 સ્ક્વેર ફૂટથી મોટા મકાનો ખરીદ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મોટાભાગના લોકોએ 1 કરોડથી ઓછા બજેટવાળા મકાનો ખરીદ્યા

જો આપણે ઘર ખરીદવામાં મોટાભાગના મુંબઈકરોની પસંદગીની બજેટ શ્રેણી વિશે વાત કરીએ તો 1 કરોડ રૂપિયાથી નીચેની કિંમતના ઘરને ખરીદવામાં 53 53 ટકા લોકોએ તેમની કમાણી લગાવી. 1થી 5 કરોડના ઘર ખરીદવામાં 42 ટકા લોકો આગળ આવ્યા. 4 ટકા લોકોએ 5થી 10 કરોડના મકાનો ખરીદ્યા છે. 2 ટકા લોકોએ 10 કરોડથી વધુના મકાનો ખરીદ્યા છે.

ડી-માર્ટના રાધાકૃષ્ણન દામાણી અને અમિતાભ બચ્ચનના ઘરની ખરીદી ચર્ચામાં રહી

2021માં મુંબઈમાં ઘણા મોટા મકાનોની ખરીદી ચર્ચામાં હતી. ગયા વર્ષે ડી-માર્ટના રાધાકૃષ્ણન દામાણીએ મલબાર હિલમાં 1001 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. થોડા દિવસો પહેલા સેસેન નામની બિલ્ડિંગમાં 103.65 કરોડ રૂપિયામાં 2 ડુપ્લેક્સ ખરીદવામાં આવ્યા હતા. રાહેજા પરિવારે વર્લીમાં 427 કરોડ રૂપિયામાં 3 ડુપ્લેક્સ મકાનો ખરીદ્યા હતા. આ જ બિલ્ડિંગમાં સ્મિતા પારેખે 50 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ અંધેરી વિસ્તારમાં 31 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ઘર ખરીદ્યું હતું.

આ પણ વાંચો : Mumbai Local Alert: મુંબઈમાં આજે મધ્ય રેલવેનો જમ્બો મેગા બ્લોક, લોકલ ટ્રેનની 200 ફેરી રદ, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

Next Article