Mumbai Police Transfer: વાઝે ઇફેક્ટ ! મુંબઇના 727 જેટલા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ

|

Jun 30, 2021 | 5:14 PM

મુંબઇમાં 8 વર્ષ કરતા વધુ સમયથી સેવા આપી રહેલા 727 પોલીસ અધિકારીઓની લીસ્ટ ડીજીપી ઓફિસમાં સબમીટ થઇ ચૂકી છે. આ લીસ્ટને અંતિમ નિર્ણય માટે પોલીસ સ્થાપના બોર્ડ પીઇબીને મોકલવામાં આવશે

Mumbai Police Transfer: વાઝે ઇફેક્ટ ! મુંબઇના 727 જેટલા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ
ફાઇલ તસવીર

Follow us on

Mumbai Police Transfer: મહારાષ્ટ્ર(Maharashtra)ના ડીજીપીએ મુંબઇમાં (Mumbai) 8 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવી રહેલા 727 જેટલા અધિકારીઓની બદલીનો (Mumbai cops likely to be transferred) આદેશ જાહેર કર્યો છે. આ લીસ્ટમાં પીઆઇ, એપીઆઇ અને પીએસઆઇ પણ સામેલ છે.

આ અધિકારીઓને 3 જિલ્લા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એંટીલિયા કેસ તેમજ 100 કરોડની વસૂલીના મામલામાં સંજય વાઝેનું નામ સામે આવ્યા બાદ આ બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની સફાઇ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

પૂર્વ પોલીસ કમીશ્નર પરમબીર સિંહના લેટરમાં સામે આવ્યુ છે કે મુંબઇમાં વસૂલીના સંગઠીત અપરાધ ચાલે છે જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. સાથે વારંવાર ભ્રષ્ટાચારના મામલાઓમાં મુંબઇ પોલીસના મોટા મોટા અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે. બદલીની પ્રક્રિયાથી આ ગુના પર પર રોક લાગશે તેવી ધારણા કરવામાં આવી રહી છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મળતી માહિતી અનુસાર, મુંબઇમાં 8 વર્ષ કરતા વધુ સમયથી સેવા આપી રહેલા 727 પોલીસ અધિકારીઓનું લીસ્ટ ડીજીપી ઓફિસમાં સબમીટ થઇ ચૂક્યું છે. આ લીસ્ટને અંતિમ નિર્ણય માટે પોલીસ સ્થાપના બોર્ડ પીઇબીને મોકલવામાં આવશે અને ત્યાંથી જ નિર્ણય લેવાશે કે આ અધિકારીઓની બદલી થશે કે નહીં

આ સૂચીમાં 89 જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ છે. સંતોષ બાગવે, પ્રશાંત રાજે, લતા શિરસત, શૈલેશ પાસલવાડ, જગદીશ સેલ, બાબાસાહેબ સાલુંખે, અશોક ખોત, રાજૂ કસ્બે, શાલિની શર્મા, મૃત્યુંજય હિરેમઠ, રવિ સરદેસાઇ, જગદેલ કલાપડ, વિનય ઘોરપડે, અજય સાવંત અને સાગર શિવલકર સામેલ છે. આમાંથી મોટા ભાગના અધિકારીઓ ક્રાઇમ બ્રાંચમાં કામ કરી ચૂક્યા છે.

સચિન વાઝેની મુશ્કેલીઓ વધી

આ સાથે જ સચિન વાઝેની (Sachin Waze) મુશ્કેલીઓ પણ વધી ગઇ છે. એંટીલિયા કેસના પુરાવાઓને નષ્ટ કરવા માટે તેણે વાપરેલા હથોડાને પોલીસે શોધ કાઢ્યો છે. આ હથોડો સચિન વાઝે વિરુદ્ધ મજબૂર પુરાવો સાબિત થઇ શકે છે. પોલીસે સચીન વાઝેના વિવિધ ઠેકાણાઓ પર છાપેમારી કરી હતી તે દરમિયાન મુંબઇ પોલીસ મુખ્ય કાર્યાલય સ્થિત સીઆઇયુ ઓફિસમાં તેના કબાટમાંથી આ હથોડો મળી આવ્યો.

આ પણ વાંચો – Bollywood : મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

આ પણ વાંચો – GUJARAT : ચોંકાવનારો ખુલાસો, દેશમાં હિટ એન્ડ રન કેસમાં ગુજરાત કેટલા નંબરે ?

Next Article