Third Wave : મુંબઈવાસીઓને નથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો , TIFR ના રિસર્ચમાં થયો ખુલાસો

|

Jun 29, 2021 | 11:17 PM

મુંબઈમાં ત્રીજી લહેરની અસર કેટલી હશે તે બીજી વખત કોરોનામાં ચેપગ્રસ્ત કેટલા લોકો પર આધારિત છે. જો કોરોનાથી બીજી વખત ચેપ લાગતા લોકોની સંખ્યા વધુ હશે તો ત્રીજી લહેરની અસર વધુ હોઈ શકે છે.

Third Wave : મુંબઈવાસીઓને નથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો , TIFR ના રિસર્ચમાં થયો ખુલાસો
મુંબઈવાસીઓને નથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો

Follow us on

દેશના Corona વાયરસની પ્રથમ અને બીજી લહેરમાં કોરોનાની ચપેટમાં આવેલા મુંબઈ વાસીઓમાં કોરોના ત્રીજી લહેર(Third Wave)ને લઇને પણ દહેશત છે. જો કે મુંબઈની 80 ટકા વસ્તી કોરોનાના સંપર્કમાં આવી ચૂકી છે. તેથી કોરોનાની ત્રીજી લહેર તેમના પર વધુ અસર નહીં કરે, એનો મતબલ કે છે કે મુંબઈમાં કોરોનાની બીજી લહેરમાં જોવા મળેલો પ્રભાવ ત્રીજી લહેરમાં જોવા મળશે નહીં. આ વિગતો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં બહાર આવી છે.

ત્રીજી લહેરની અસર કેવી હશે 

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)ની સ્કૂલ ઓફ ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટર સાયન્સ વિભાગના આ સંશોધન સાથે સંકળાયેલા ડો. સંદીપ જુનેજાએ ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું છે કે ત્રીજી લહેરની અસર કેટલી હશે તે બીજી વખત કોરોનામાં ચેપગ્રસ્ત કેટલા લોકો પર આધારિત છે. જો કોરોનાથી બીજી વખત ચેપ લાગતા લોકોની સંખ્યા વધુ હશે તો ત્રીજી લહેરની અસર વધુ હોઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ લોકોને ફરીથી ચેપ લાગવાનું જોખમ
ભારતમાં કોરોનાના ચેપને 17 મહિનાનો સમય વીતી ગયો છે. જો કે શરૂઆતમાં કોરોનામાં ચેપ લાગનારા લોકોની અત્યાર સુધીમાં એન્ટિબોડીઝ ઓછી થઈ છે. તેથી તેઓને ત્રીજી લહેરમાં જોખમમાં છે. આ સ્થિતિમાં સંદીપ જુનેજાએ સ્થાનિક વહીવટને સલાહ આપી છે કે જેઓ ફરીથી ચેપ લગાવે છે તેમના પર નજર રાખો. જેનાથી તેમના માટે કોરોનાના નવા વલણને સમજવામાં સરળતા રહેશે. તેમણે કહ્યું કે મુંબઈમાં કોરોના સાથે અત્યાર સુધીના સંપર્કથી દૂર રહેનારા 20 ટકા લોકોને વહેલામાં વહેલી તકે રસી આપવી સૌથી મહત્વપૂર્ણ છે.

કોરોનાના  સંપર્કમાં 80 ટકા મુંબઇ વાસી આવી ચુકેલા છે

ટીઆઈએફઆર(TIFR)ના સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાના  સંપર્કમાં 80 ટકા મુંબઇ વાસી આવી ચુકેલા છે ચાલો એમ ધારી લઈએ કે 10 ટકા લોકોને ફરીથી કોરોના થશે. તો એ જોવું રહ્યું કે શું તેમને પ્રથમ વખત જોવા મળેલા સમાન લક્ષણો છે કે જોખમી અને ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણો છે.

ત્રીજી લહેરને અસર કરતી ત્રણ વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂર 

એક સમાચાર પત્રના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેરની ભયને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે.

1. રસીની અસર શું છે. કારણ કે જો નવો વેરિયન્ટ રસી લીધા બાદ પણ શરીરમાં પ્રવેશવામાં સફળ થાય છે. તો તે ચિંતાનો વિષય હશે.

2. કોરોનાના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં?

3 ત્રીજી લહેરના ડરને ધ્યાનમાં રાખીને હાલ નિયંત્રણો જાળવવા પણ જરૂરી છે. તેમજ જો 60% પ્રતિબંધો દૂર કરવામાં આવે અને કોરોનાના નિયમોનું યોગ્ય પાલન કરવામાં ન આવે તો ત્રીજી લહેરની અસર જોખમી હશે. નહીંતર ચિંતા કરવાની કોઇ જરૂર નથી

Published On - 10:34 pm, Tue, 29 June 21

Next Article