AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News : ગોલ્ડી બ્રારે કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને ફોન પર આપી ધમકી, બે દિવસમાં ગોળી મારી દઈશ !

મહારાષ્ટ્ર વિધાનસભાની મલાડ વિધાનસભા બેઠક પરથી અસલમ શેખ કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ અગાઉની મહા વિકાસ આઘાડી સરકારમાં મુંબઈના પ્રભારી મંત્રી રહ્યા હતા. હાલ મુંબઈ પોલીસે કેસ નોંધીને ફોન કોલની તપાસ શરૂ કરી દીધી છે. અહીં જાણો કે ગોલ્ડી બ્રાર પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ છે.

Mumbai News : ગોલ્ડી બ્રારે કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને ફોન પર આપી ધમકી, બે દિવસમાં ગોળી મારી દઈશ !
MLA Aslam Shaikh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 9:37 AM
Share

મુંબઈ કોંગ્રેસના MLA અસલમ શેખને પોતાને એક અજાણ્યા વ્યક્તિએ પોતે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો માણસ ગણાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસએ કહ્યું કે, આ મામલામાં FIR નોંધવામાં આવી છે અને ફોન કોલ કરનારા વ્યક્તિને શોધવા માટે એક ગૃપ બનાવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રાર હાલમાં કેનેડામાં રહે છે. બ્રાર NIA અને દેશના ઘણા રાજ્યોની પોલીસ માટે વોન્ટેડ છે. ગોલ્ડી બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો કથિત માસ્ટરમાઇન્ડ છે.

આ પણ વાંચો : Mumbai: મુંબઈને અડીને આવેલા માસચા પાડા ગામના લોકો ઝંખી રહ્યા છે વિકાસ, રોડ, રસ્તા, પાણી, શૌચાયલ જેવી પાયાની સુવિધાનો અભાવ

ફોન પર ધમકી આપી

પોલીસે આગળ કહ્યું કે, ધમકીનો ફોન ધારાસભ્ય અસલમ શેખના અંગત સહાયક અને વકીલ વિક્રમ કપૂરને આવ્યો હતો. તે સમયે પૂર્વ મંત્રી વિક્રમ કપૂર મુંબઈ મહાનગરપાલિકાની ઓફિસમાં હાજર હતા. ફોન પર ધમકી આપનારી વ્યક્તિએ પોતાની ઓળખ પોતે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે આપી અને કહ્યું કે, આ MLAને બે દિવસમાં ગોળી મારી નાખવામાં આવશે.

મુંબઈની મલાડ સીટથી કોંગ્રેસના MLA

એક મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે, આ મામલામાં કલમ 506 (2) (ગુનાહિત ધમકી) અને 507 (સંચારના ગોપનીય માધ્યમો દ્વારા અપરાધિક ધમકી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ અસલમ શેખ મહારાષ્ટ્ર વિધાનસભાની મુંબઈની મલાડ સીટથી કોંગ્રેસના MLA છે. તેઓ અગાઉની મહા વિકાસ આઘાડી સરકારમાં મુંબઈના પ્રભારી મંત્રી પણ રહ્યા હતા.

અનેક મોટી હસ્તીઓને ધમકી આપી છે

મળેલ માહિતી પ્રમાણે ગોલ્ડી બ્રાર અગાઉ પણ ઘણી મોટી હસ્તીઓને ધમકી આપી ચૂક્યો છે. આ પહેલા ગોલ્ડી બ્રારે અભિનેતા સલમાન ખાન અને ગાયક હની સિંહને પણ ધમકી આપી હતી. હની સિંહે પણ પોતે ધમકીની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, તેને વોઈસ નોટ મોકલીને ધમકી આપવામાં આવી રહી હતી. ગોલ્ડી બ્રારે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
g clip-path="url(#clip0_868_265)">