Maharashtra: લોન ચુકવવા માટે વ્યક્તિએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું, પોલીસે કરી ધરપકડ
બાંગુર નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર જોશી (27) તરીકે ઓળખાતા આરોપીએ પોતાનું જ અપહરણ કરવાનું કાવતરૂ કર્યું હતું અને તેના પોતાના પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
Maharashtra: મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રકાશમાં આવેલી એક ઘટનામાં, એક વ્યક્તિએ કથિત રીતે લોન ચૂકવવા માટે તેના અપહરણની કહાની બનાવી. પોલીસે ગુરુવારે તેની ઘટના વિશે માહિતી આપી. મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રકાશમાં આવેલી એક ઘટનામાં, એક વ્યક્તિએ કથિત રીતે લોન ચૂકવવા માટે પોતાના જ અપહરણ (Kidnapping)ની ફિલ્મી સ્ટોરી બનાવી છે. પોલીસે ગુરુવારે આ ઘટના વિશે માહિતી આપી.
વ્યક્તિએ પોતાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું
બાંગુર નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર જોશી (27) તરીકે ઓળખાતા આરોપીએ પોતાનું જ અપહરણ કરવાનું કાવતરૂ કર્યું હતું અને તેના પોતાના પિતા પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. SI તાવડેએ જણાવ્યું કે આરોપીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :26/11 Terror Attack: ભારત લાવવાના ડરથી ગભરાયો મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા, US કોર્ટમાં દાખલ કરી અરજી
અધિકારીએ જણાવ્યું કે આરોપીના પરિવારના એક સભ્યએ સવારે લગભગ 2 વાગ્યે ફરિયાદ નોંધાવી કે કોઈએ ગોરેગાંવ વિસ્તારમાં જિતેન્દ્ર જોશીનું અપહરણ કર્યું હતું અને 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને એક વીડિયો મળ્યો જેમાં જીતેન્દ્ર જોશીને બાંગુર નગર પોલીસ સ્ટેશનની હદમાં પાર્ક કરેલા ટેમ્પોમાં દોરડા વડે બાંધેલો જોઈ શકાય છે.
મિત્રની મદદથી બનાવ્યો અપહરણનો વીડિયો
આ મામલાની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે જિતેન્દરે પોતાના એક મિત્રની મદદથી પોતાના પરિવારના સભ્યો પાસેથી પૈસા પડાવવા અને દેવું ચૂકવવા માટે બનાવટી અપહરણનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તપાસકર્તાઓને વધુ જાણવા મળ્યું કે જીતેન્દ્ર ડીમાર્ટ મોલમાં મેનેજર તરીકે કામ કરતો હતો, તેની માથે લાખોની લોન હતી. જેના કારણે આખરે તે પોતાના અપહરણનું નાટક રચે છે.
પોલીસે કહ્યું કે જિતેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે અમે જિતેન્દ્રની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે તેને 3 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો