Mumbai: ભારતના સૌથી વધુ ગીચ શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાન પર જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે, બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે

મુંબઈ શ્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક બની ગયું છે. 2021માં મુંબઈ ભારતમાં સૌથી વધુ ભીડભાડ ધરાવતું અને વિશ્વનું પાંચમું શહેર હતું. એક વર્ષ પહેલા મોસ્કો પછી તે વિશ્વભરમાં બીજા નંબરનું સૌથી વધુ ગીચ શહેર છે.

Mumbai: ભારતના સૌથી વધુ ગીચ શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાન પર જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે, બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 11:26 AM

Mumbai: મુંબઈ સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં માયાનગરીના નામથી પ્રખ્યાત છે, તે વિશ્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક બની ગયું છે (Mumbai India’s most congested city). 58 દેશોના 404 શહેરોના અભ્યાસના આધારે તાજેતરના ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, 2021માં મુંબઈ ભારતમાં સૌથી વધુ ભીડભાડ ધરાવતું અને વિશ્વનું પાંચમું શહેર હતું. એક વર્ષ પહેલા મોસ્કો પછી તે વિશ્વભરમાં બીજા નંબરનું સૌથી વધુ ગીચ શહેર છે. ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ (TomTom Traffic Index) અનુસાર મુંબઈમાં ઓછામાં ઓછા 53 ટકા ટ્રાફિક જામ જોવા મળ્યો છે. જેનો અર્થ છે કે 15 મિનિટના રૂટને કવર કરવામાં મુંબઈમાં અડધા કલાકથી વધુ સમય લાગે છે.

મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની છે. પરિણામ એ છે કે અહીં રોજના કરોડો રૂપિયાનો વેપાર થાય છે. તેથી રોજગાર માટે મુંબઈ આવતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તેથી જ મુંબઈમાં ભીડ વધુ વધી ગઈ છે અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ છે.

બેંગલૂરુ 10મા અને દિલ્હી 11મા ક્રમે છે

ઈન્ડેક્સમાં બેંગ્લોર 10માં અને દિલ્હી 11માં સ્થાને છે. ઈન્ડેક્સ અનુસાર, 48 ટકા ટ્રાફિક જામ બેંગલુરુ અને નવી દિલ્હીમાં થાય છે. ઇન્ડેક્સ છ ખંડોના 58 દેશોના 404 શહેરોમાં ટ્રાફિક ભીડને આવરી લે છે. ઈન્ડેક્સ અનુસાર, 21 ઓગસ્ટ, 2021ના રોજ મુંબઈનો સૌથી ખરાબ ટ્રાફિક હતો. આ દિવસે ત્રણ ધાર્મિક કાર્યક્રમોને કારણે મુંબઈમાં ટ્રાફિક ભારે ખોરવાઈ ગયો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બેંગલૂરુમાં ટ્રાફિક સમસ્યામાં હળવો સુધારો

શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે, પરંતુ રોગચાળાને કારણે ગત વર્ષની સરખામણીએ તેમાં ઘટાડો થયો છે. આ હોવા છતાં, બેંગલુરુ હજુ પણ વિશ્વમાં વધુ ટ્રાફિક જામ અને ભીડવાળા 10 મોટા શહેરોમાંનું એક છે. જો કે, બેંગલુરુ ચોથા સ્થાનેથી સરકીને 10મા સ્થાને આવી ગયું છે. વાહનોથી ભરેલા બેંગલુરુ શહેરમાં છેલ્લા વર્ષમાં ટ્રાફિક જામમાં સરેરાશ 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર, કોરોના મહામારી પહેલાની સરખામણીમાં સવારના ભીડના સમયમાં ટ્રાફિક 49 ટકા ઓછો અને સાંજે 37 ટકા ઓછો રહ્યો છે. ભીડમાં આ ઘટાડાને કારણે, બેંગલુરુ વિશ્વના સૌથી વધુ ભીડવાળા શહેરોમાં 10માં સ્થાને પહોંચી ગયું છે, જ્યારે કોરોના પહેલા, તે 2019 માં આ કેસમાં છઠ્ઠા સ્થાને હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારની દારૂની નીતિ સામે અવાજ ઉઠાવશે અન્ના હજારે, 14 ફેબ્રુઆરીથી શરૂ કરશે ભૂખ હડતાળ

આ પણ વાંચો: Maharashtra: ચાંદીવાલ કમિશનની સામે સચિન વાજેએ અનિલ દેશમુખ પર લગાવ્યા ગંભીર આરોપ, સરકારી સાક્ષી બનવા EDને લખ્યો પત્ર

g clip-path="url(#clip0_868_265)">