મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ટૂંક સમયમાં વધુ બે મેટ્રો (Mumbai Metro) શરૂ થવા જઈ રહી છે. અંધેરીમાં વર્સોવાથી ઘાટકોપર રૂટ પર મુંબઈ મેટ્રો શરૂ થયાને આઠ વર્ષ થઈ ગયા છે. હવે બે નવી લાઈન પર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ મહિનાના અંત સુધીમાં સેફ્ટી ક્લિયરન્સ મળી જશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી આ બે મેટ્રો કોરિડોરને તૈયાર કરી રહી છે. હવે અંધેરીના ડીએન નગરથી દહિસર પૂર્વ સુધીની મેટ્રો 2-A લાઈન અને અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ સુધી મેટ્રો 7 લાઈનનો પ્રથમ તબક્કો શરૂ કરવા માટે MMRDAને મહત્વપૂર્ણ મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર પાસેથી મંજૂરી મળી છે. આ મેટ્રો લાઈનોનું ઉદ્ઘાટન ગુડીપડવાના તહેવાર પર એટલે કે 2જી એપ્રિલે થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એટલે કે હવે થોડા જ દિવસોની વાત છે કે શહેરના પશ્ચિમી ઉપનગરો સાથે જોડાયેલા મુંબઈકરોને મેટ્રોમાં મુસાફરી કરવા માટે મુંબઈ મેટ્રોની બીજી લાઈન મળશે. આ મેટ્રો લાઈન ઘાટકોપર-અંધેરી-વર્સોવા લાઈન સાથે જોડાશે.
MMRDA દ્વારા અપગ્રેડ કરાયેલા બે મેટ્રો કોરિડોરના 35 કિલોમીટરના સ્ટ્રેચનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમાં દહિસર અને ડીએન નગર વચ્ચેની લાઈન 2A અને દહિસર પૂર્વ અને અંધેરી પૂર્વ વચ્ચેની લાઈન 7નો સમાવેશ થાય છે. આ બંને લાઈન પર 20 ફેબ્રુઆરીથી ટેસ્ટિંગ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટને હવે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. સીએમઆરએસએ 20 ફેબ્રુઆરીથી આ બંને લાઈન પર પરીક્ષણ કાર્ય શરૂ કર્યું અને વ્યવસાયિક કામગીરી માટે લીલી ઝંડી આપી દીધી.
CMRSએ બે વાર પરીક્ષણ કર્યું અને MMRDAને જરૂરી સુધારા કરવા સૂચના આપી. આ પછી MMRDOએ સૂચના મુજબ કામ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો. જ્યારે આખો 35 કિલોમીટરનો કોરિડોર શરૂ થશે, ત્યારે દહિસર પૂર્વથી ઘાટકોપર સુધીની મુસાફરી કરી શકાશે. પ્રથમ તબક્કામાં 2A અને 7 મેટ્રો લાઈનમાં 18 સ્ટેશન હશે. બંને લાઈન એકબીજા સાથે કનેક્ટેડ હશે.
આ પણ વાંચો : Maharashtra :નવાબ મલિકના બચાવમાં ઉતર્યા CM ઉદ્ધવ ઠાકરે, PM મોદીને પડકારતા, કહ્યું દાઉદને મારી બતાવે સરકાર
આ પણ વાંચો : શિવસેના ધારાસભ્ય પર કસાયો EDનો સકંજો, મની લોન્ડરિંગ કેસમાં પ્રતાપ સરનાઈકની 11 કરોડથી વધુની સંપત્તિ જપ્ત