મુંબઈમાં 90% દુકાનો ખુલી હોવા છતા વ્યવસાયમાં 30-40% ઘટાડો, જાણો શું છે કારણ

|

Dec 08, 2020 | 11:29 PM

નવા કૃષિ કાયદાના વિરોધમાં બોલાવેલા બંધને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં દાદર વિસ્તાર સવારથી જ તમામ દુકાનો બંધ હતી પણ બપોર પછી આ દુકાનો ખોલી દેવામાં આવી. મુંબઈમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યુ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે પણ બંધનું નહીં. આજના બંધ પર ટીવી9 સાથેની […]

મુંબઈમાં 90% દુકાનો ખુલી હોવા છતા વ્યવસાયમાં 30-40% ઘટાડો, જાણો શું છે કારણ

Follow us on

નવા કૃષિ કાયદાના વિરોધમાં બોલાવેલા બંધને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુંબઈમાં દાદર વિસ્તાર સવારથી જ તમામ દુકાનો બંધ હતી પણ બપોર પછી આ દુકાનો ખોલી દેવામાં આવી. મુંબઈમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યુ કે તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે પણ બંધનું નહીં. આજના બંધ પર ટીવી9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે મુંબઈની 90% દુકાનો ખુલી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આખો દિવસ એકંદરે દુકાનો ખોલવામાં આવી હતી. શહેરમાં કોઈ અરાજકતા કે કોઈ હંગામો નથી થયો. અમુક વિસ્તારોમાં વેપારીઓ સ્થાનિક કોર્પોરેટરની વિનંતી બાદ દુકાનો બપોર સુધી બંધ રાખી હતી. મુંબઈના ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે કહ્યું કે બંધને કારણે વ્યવસાય 30%થી 40% સુધી ઘટી ગયો હતો, કારણ કે લોકો ઘરે જ હતા અને ખરીદી કરવા  આવ્યા નહતા.

જાણો કયા વિસ્તારમાં શું સ્થિતિ રહી

1. દાદર સી કેલકર માર્ગ અને દાદર ટી.ટી, પરેલ, લાલબાગમાં બપોરે 3 બાદ દુકાનો ખુલી હતી.

2. કાલબાદેવીમાં કેટલીક દુકાન બપોરે 12.30 પછી ખુલી.

3. માટુંગામાં કેટલીક દુકાનો બપોર સુધી બંધ હતી.

4. ચેમ્બુર સ્ટેશનની દુકાન બપોરે 4 વાગ્યે ખુલી.

5. મુલુંડ ઘાટકોપરની દુકાનો બપોર બાદ ખુલી.

6. પુણે અને સોલાપુરના કેટલાક બજારો બંધ હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:13 pm, Tue, 8 December 20

Next Article