VIDEO : મુંબઈની લોકલમાં જોખમી મુસાફરી કરવી એક યુવકને ભારે પડી, ચાલુ ટ્રેનમાંથી યુવક પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

|

Jun 24, 2022 | 2:24 PM

Mumbai : આ ઘટના કાલવા-થાણે વચ્ચેની છે.જ્યાંથી પસાર થતી મુંબઈ લોકલ ટ્રેનમાંથી 19 વર્ષનો યુવક નીચે પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે

VIDEO : મુંબઈની લોકલમાં જોખમી મુસાફરી કરવી એક યુવકને ભારે પડી, ચાલુ ટ્રેનમાંથી યુવક પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Mumbai local train video goes viral

Follow us on

મુંબઈની લોકલ ટ્રેનમાં(Mumbai Local Train)  દરવાજા બહાર લટકીને જોખમી મુસાફરી કરવી એક યુવકને ભારે પડી છે.ચાલતી ટ્રેને યુવક નીચે પટકાતાં તેને ગંભીર ઈજા પહોંચી છે.મળતી માહિતી મુજબ, આ ઘટના કાલવા-થાણે વચ્ચેની છે.જ્યાંથી પસાર થતી ટ્રેનમાંથી 19 વર્ષનો યુવક નીચે પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક ટ્રેનમાંથી(Train)  નીચે પટકાતો હોય તેનો વીડિયો પણ સામે આવ્યો છે.વીડિયોમાં(Video)  દેખાઈ રહેલા યુવકનું નામ દાનિશ ખાન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

 જુઓ વીડિયો

લોકલ ટ્રેનની જોખમી મુસાફરી !

વીડિયોમાં જોઈ શકાય છે કે દાનિશ ટ્રેનની બહારના ભાગે એક પગ પર લટકીને ઉભો હતો. તેની સાથે બીજા લોકો પણ આવી જ રીતે લટકીને ઉભા હતા. આ દરમિયાન અચાનક દાનિશના હાથમાંથી પકડ છૂટી જતાં આંખના પલકારામાં જ તે નીચે પટકાયો હતો. આ વીડિયો સામેથી પસાર થતી ટ્રેન પુણે-મુંબઈ ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં(Pune-Mumbai Express)  સવાર મુસાફરે ઉતાર્યો હતો. મહત્વનું છે કે મુંબઈમાં મોટાભાગના લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં ભીડ એટલી હોય છે કે આ રીતે લટકીને જોખમી મુસાફરી કરવી તે સામાન્ય વાત છે. પરંતુ આવી જોખમી સવારી કેટલીકવાર જીવલેણ સાબિત થતી હોય છે.

Next Article