મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ ‘કિત્તુર કર્ણાટક’ રાખવામાં આવ્યું, કર્ણાટકના કાયદા પ્રધાને કરી જાહેરાત

|

Nov 08, 2021 | 5:23 PM

મુખ્યપ્રધાન બોમ્મઈએ કહ્યું હતુ કે અમે કિત્તુર કર્ણાટક પ્રદેશના વિકાસ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વધુમાં કહ્યુ કે માત્ર નામ બદલવા પુરતુ નથી, તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ પણ સુધરવુ જોઈએ.

મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ કિત્તુર કર્ણાટક રાખવામાં આવ્યું, કર્ણાટકના કાયદા પ્રધાને કરી જાહેરાત
CM Basavaraj Bommai (File Photo)

Follow us on

Karnataka: કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈએ (Basavaraj Bommai)આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે મુંબઈ-કર્ણાટક પ્રદેશનું નામ બદલવાની પ્રક્રિયા ‘આગામી દિવસોમાં’ થશે. ત્યારે આજે આ પ્રદેશનું નામ બદલીને કિતુર પ્રદેશ રાખવામાં આવ્યુ છે, રાજ્યના કાયદા પ્રધાને આ અંગેની માહિતી આપી હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

‘કિત્તુર કર્ણાટક’ પ્રદેશના વિકાસ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ

મુખ્યપ્રધાન બોમ્મઈએ કહ્યુ હતુ કે અમે કિત્તુર કર્ણાટક પ્રદેશના વિકાસ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વધુમાં તેમણે કહ્યું કે તેલંગાણાની સરહદે આવેલા કલ્યાણ કર્ણાટક પ્રદેશ માટેના ભંડોળને આગામી બજેટમાં બમણું કરવામાં આવશે અને આ હેતુ માટે 3,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.

 

કર્ણાટક રાજ્યોત્સવ દરમિયાન બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં (Kantirwa Stadium)રાષ્ટ્રીય અને કન્નડ ધ્વજ ફરકાવ્યા બાદ બોમ્માઈએ કહ્યું હતું કે,” હૈદરાબાદ-કર્ણાટક પ્રદેશનું નામ પહેલાથી જ ‘કલ્યાણ કર્ણાટક’ રાખવામાં આવ્યું છે. હવે આગામી કેબિનેટમાં અમે મુંબઈ-કર્ણાટકનું નામ બદલવાનો નિર્ણય લીધો છે, આવનારી કેબિનેટ બેઠકમાં તે પ્રદેશના નામ પર ચર્ચા કરવામાં આવશે.”તેમજ તેમણે દલીલ કરી હતી કે પ્રદેશમાં ફેરફારો 1956માં જ્યારે રાજ્ય પુનર્ગઠન કાયદો અમલમાં આવ્યો ત્યારે થવો જોઈતો હતો.

 

મુંબઈ-કર્ણાટક કહેવાનો શો અર્થ છે ?

ઉત્તર કર્ણાટકમાં જિલ્લાઓના ક્લસ્ટરનું નામ બદલવા પાછળનું કારણ સમજાવતા બોમ્મઈએ જણાવ્યુ કે “કર્ણાટકના એકીકરણ પછી અમારા સરહદ વિવાદો શરૂ થયા અને તેનું સમાધાન થઈ ગયું છે, પરંતુ તેમ છતાં હજુ પણ ક્યારેક ઝઘડાઓ થતાં જોવા મળે છે. શું હજુ પણ તેને કહેવાનો કોઈ અર્થ છે? બીજી તરફ મુંબઈ-કર્ણાટક પ્રદેશમાં જ્યારે આટલી બધી બાબતો થઈ રહી છે, ત્યારે તેને મુંબઈ-કર્ણાટક કહેવાનો શો અર્થ છે?

 

માત્ર નામ બદલવું પૂરતું નથી, તેની સાથે જીવનધોરણ પણ સુધરવું જોઈએ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર નામ બદલવું પૂરતું નથી અને તેની સાથે તે વિસ્તારના લોકોનું જીવનધોરણ પણ સુધરવું જોઈએ. બોમ્મઈએ કહ્યું કે પ્રાદેશિક અસંતુલન અને અસમાનતાઓ પણ દૂર થવી જોઈએ અને તમામ પ્રદેશોએ એક સાથે વિકાસ કરવો જોઈએ. વધુમાં કહ્યું હતું કે તેમની સરકાર હવે રાજ્યના કોઈપણ પ્રદેશને અવિકસિત છોડવાની પ્રતિજ્ઞા સાથે પ્રાદેશિક અસમાનતાને સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહી છે.

 

 

આ પણ વાંચો: Uphaar Cinema Fire Case : પટિયાલા હાઉસ કોર્ટનો મોટો નિર્ણય, પુરાવા સાથે છેડછાડના મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલ

 

આ પણ વાંચો: દેશના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉતર પ્રદેશના 8 શહેરો, જાણો ક્યુ શહેર છે સૌથી વધુ પ્રદૂષિત ?

Published On - 5:21 pm, Mon, 8 November 21

Next Article