Maharashtra: મહિલાએ લોન લીધી, ચૂકવી ન શકી તો રિકવરી એજન્ટે અશ્લીલ તસવીરો કરી વાયરલ

|

Jun 07, 2022 | 5:56 PM

જ્યારે મહિલા લોન (loan) ચૂકવવામાં અસમર્થ હતી, ત્યારે લોન રિકવરી એજન્ટે (recovery agent) તેના કોન્ટેક્ટ લિસ્ટ સાથે સંકળાયેલા લોકોને તેનો મોર્ફ કરેલ ન્યુડ ફોટો મોકલ્યો હતો. તેમજ તેને 14 અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ઘણા અશ્લીલ મેસેજ મોકલ્યા હતા.

Maharashtra: મહિલાએ લોન લીધી, ચૂકવી ન શકી તો રિકવરી એજન્ટે અશ્લીલ તસવીરો કરી વાયરલ
Symbolic Image

Follow us on

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની (Mumbai) એક મહિલાએ લોન એપ દ્વારા લોન લીધી હતી. આ દેવું ચૂકવવામાં તે અસમર્થ હતી. લોન રિકવરી એજન્ટે સંબંધિત મહિલાની મોર્ફ કરેલી તસવીરો વાયરલ કરી હતી. મહિલાએ ક્રેડિટ લોન (Kreditloan) નામની એપ દ્વારા લોન લીધી હતી. જ્યારે તે લોન ચૂકવવામાં અસમર્થ હતી, ત્યારે તેને એક અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યો હતો. વીડિયો મોકલનાર વ્યક્તિએ કહ્યું કે જો તે લોનની ચૂકવણી નહીં કરે તો ટૂંક સમયમાં તેનો ચહેરો તે અશ્લીલ વીડિયોમાં મોર્ફ (Morphed photo) કરવામાં આવશે અને તેની કોન્ટેક્ટ લિસ્ટમાં સૂચિબદ્ધ લોકોમાં ફરતો કરવામાં આવશે. આ પછી સંબંધિત મહિલાની તસવીરો વાયરલ થઈ હતી.

આ ઘટના અંગે સોમવારે FIR નોંધવામાં આવી છે. મુંબઈના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અપમાન અને ધમકી આપવા બદલ IPCની કલમ 504, 507 હેઠળ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ સિવાય આઈટી એક્ટની 67-A (ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીનું પ્રસારણ) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

લોન એપ દ્વારા લોન આપવાની જાળ બિછાવી, પછી અશ્લીલ વર્તન શરૂ થયું

અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, 22 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે તે ગૃહિણી છે. તેનો પતિ કેબ ડ્રાઈવર છે. તેને કોઈ અગત્યના કામ માટે પૈસાની જરૂર હતી. આ દરમિયાન, એક યુટ્યુબ વિડિયોમાં, તેણે ક્રેડિટ લોન નામની લોન એપ્લિકેશનની જાહેરાત જોઈ. તેણે પોતાના ઈ-મેલ આઈડીથી સાઈન ઓન કર્યું અને સેલ્ફી ફોટો મોકલ્યો. આ સાથે તેણે આધાર કાર્ડ અને પાન કાર્ડનો ફોટો પણ મોકલ્યો હતો. આ એપ કોન્ટેક્ટ લિસ્ટ મેળવવામાં સફળ રહી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

અન્ય કોઈના ન્યુડ બોડીમાં, ચહેરો મોર્ફ કરીને ઓળખતા લોકોને મોકલવામાં આવ્યો

સંબંધિત મહિલાએ 5000 રૂપિયાની લોનની જરૂર હોવાનું જણાવ્યું હતું પરંતુ માત્ર 3000 રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. મહિલાએ 2 જૂને આ લોન લીધી હતી. જ્યારે તે તેને ચૂકવવામાં અસમર્થ હતી, ત્યારે લોન રિકવરી એજન્ટે તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને તેનો ન્યુડ ફોટો મોકલ્યો હતો. તેમજ તેને 14 અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ઘણા અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. મહિલાને મળેલા મેસેજમાં ન્યુડ ફોટા હતા. તેના પર સંબંધિત મહિલાનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો અને પછી તેને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી સંબંધિત મહિલાએ પોલીસનો સંપર્ક કરવાનું વધુ સારું માન્યું.

Next Article