Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ, છેલ્લા 24 કલાકમાં આવ્યા ચોંકાવનારા આંકડા

|

Mar 27, 2021 | 6:32 AM

Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ પહેલા ગુરુવારે 5,504 અને બુધવારે 5,185 કેસ નોંધાયા હતા.

Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ, છેલ્લા 24 કલાકમાં આવ્યા ચોંકાવનારા આંકડા
Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ

Follow us on

Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ પહેલા ગુરુવારે 5,504 અને બુધવારે 5,185 કેસ નોંધાયા હતા. બંને દિવસોમાં, શહેરમાં એક હાઈયેસ્ટ સ્પાઈક નોંધાઈ. હતી, હાલ, શહેરમાં 43 સક્રિય કન્ટેન્મેન્ટ ઝોન છે જેમાં ઝૂંપડપટ્ટીઓ અને ચાલોનો સમાવેશ થાય છે, જ્યારે દર્દીઓ મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં 497 ઇમારતો સીલ કરી દેવામાં આવી છે.

કોરોનાવાયરસ કેસેસની સંખ્યામાં વધારો થતાં, એકંદરે કુલ આકડો 3,85,628 પર પહોંચયો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં 9 જાનહાનિ નોંધાઈ હતી, જેથી મૃત્યુઆંક વધીને 11,629 પર પહોંચી ગયો છે. શહેરમાં હાલમાં 36404 સક્રિય કેસ છે.19 અને 25 માર્ચની વચ્ચે મુંબઈમાં કોવિડ -19 ગ્રોથ રેટ .98% છે, જ્યારે રિકવરી રેટ 87% છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 36902 નવા કેસેસ નોંધાયા છે. આ સાથેજ 112 લોકોના મોત થયા છે અને 17,019 દર્દી સાજા થયા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્યના COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે તમામ જિલ્લા કલેક્ટરોની બેઠક મળી હતી. અને બૈઠક બાદ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની ઘોષણા કરી દેવામાં આવી, જે 28 માર્ચથી લાગૂ કરવામાં આવશે. આ સાથે રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી તમામ મૌલને બન્દ રાખવાના નિર્દેશ દેવાયા છે.મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે હાલ તેમણે લોકડાઉન લાદવાની ઇચ્છા નથી, પણ જો સ્થિતિ બેકાબૂ થાય તો આ બાબત તમામ જિલ્લા કલેકટરો ને નિર્ણય લેવા માટે છૂટ આપવામી આવી છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ સાથે તેમણે જે-તે વિસ્તારના અધિકારીઓને હોસ્પિટલના પૂરતા બેડ અને દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરવા જણાવ્યું હતું. દિવસે ને દિવસે કોરોનાની ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ ને જોતા હોળી-ધૂળેટી માટે રાજ્ય સરકાર તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયુ છે જેમાં લોકોને સાદાઈથી તહેવારની ઉજવણી કરવા અને ભીડ ન કરતા કોવિડ19 ની ગાઈલાઈન્સનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

Next Article