Mumbai Building Collapse: મુંબઈના નેહરુ નગરમાં 4 માળની ઈમારત ધરાશાય, અનેક લોકો ફસાયાની આશંકા, NDRFની ટીમ બચાવમાં લાગી

|

Jun 28, 2022 | 10:22 AM

Building Collapsed in Kurla: મુંબઈ (Mumbai) ના કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી થયા બાદ મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

Mumbai Building Collapse: મુંબઈના નેહરુ નગરમાં 4 માળની ઈમારત ધરાશાય, અનેક લોકો ફસાયાની આશંકા, NDRFની ટીમ બચાવમાં લાગી
Mumbai Building Collaps (PC: ANI)

Follow us on

મુંબઈ (Mumbai) ના કુર્લા (Kurla) ના નાઈક નગર (Naik Nagar) માં 4 માળની જૂની ઈમારત સોમવારે મોડી રાત્રે ધરાશાયી થઈ હતી. આ ઘટના બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરીનું કામ હાથ પર લીધું હતું. અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લેવાયા છે. 10 થી 25 લોકો હજુ પણ ફસાયેલા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ઈમારત ધરાશાયી થયાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે રેસ્ક્યુ ઓપરેશનને વધુ તીવ્ર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે લગભગ 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેમ છતાં લોકો અહીં રહેતા હતા. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે. સવારે અમે આ ઈમારતોને ખાલી કરાવવાનું અને તોડી પાડવાનું કામ કરીશું જેથી આસપાસના લોકોને તકલીફ ન પડે.’

 

 

મુંબઈમાં જે ઈમારતો ધરાશાયી થવાના આરે છે તેના વિશે મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, જ્યારે પણ BMC જૂની ઈમારતો અંગે નોટિસ જાહેર કરે છે ત્યારે તેને ખાલી કરી દેવી જોઈએ. નહીં તો આવી ઘટનાઓ બનતી રહેશે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે પગલાં લેવા જરૂરી છે.

Published On - 6:59 am, Tue, 28 June 22

Next Article