Mumbai: શોરૂમમાં લાગી ભીષણ આગ, ઓછામાં ઓછી 40 BMW કાર થઈ બળીને ખાખ
Mumbai:આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આગમાં ઓછામાં ઓછી 40 BMW કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
મહારાષ્ટ્રમાં આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આગમાં ઓછામાં ઓછી 40 BMW કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં લાગી હતી. બુધવારે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
MIDC ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર આર.બી. પાટીલે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે BMW શોરૂમમાં આગ લાગી હતી. આ આગમાં ત્યાં પાર્ક કરેલી મોંઘીદાટ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે આગમાં લગભગ 40-45 BMW કાર બળી ગઈ હતી. તેમણે કહ્યું કે, આ ભીષણ આગ બપોરે 1 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે લગભગ 10 ફાયર એન્જિનોએ કલાકો સુધી મહેનત કરી હતી.
नवी मुंबई के तुर्भे एमआईडीसी स्थित #BMW कार वर्क शोप में लगी आग,इस आग की घटना में 20 से ज्यादा BMW गाड़िया जलकर खाक होगई।@Navimumpolice #fireBMW #car pic.twitter.com/Okub8dsHHT
— Indrajeet chaubey (@indrajeet8080) December 8, 2021
કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આગ લાગી ત્યાં આ લક્ઝરી વાહનોનો શોરૂમ અને વેરહાઉસ હતું. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે લગભગ 6 કલાકનો લાંબો સમય લાગ્યો હતો. જેના કારણે ત્યાં પાર્ક કરાયેલા અનેક મોંઘાદાટ વાહનો નાશ પામ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
#BMWcar fire video https://t.co/mH0c4Sl5HQ pic.twitter.com/0I6qfQnIMq
— Indrajeet chaubey (@indrajeet8080) December 8, 2021
આ પણ વાંચો: NTPC Jobs: NTPCમાં નોકરી મેળવવાની તક, માસ કોમ્યુનિકેશન અને IT કરેલા માટે ભરતી
આ પણ વાંચો: Agriculture Engineeringમાં ઉત્તમ કારકિર્દી બનાવો, તમને તરત જ મળશે નોકરી, જાણો તમામ વિગતો