Mumbai: મુંબઈના કાંદિવલીમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગમાં 2ના મોત ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

|

Nov 07, 2021 | 7:14 AM

આ આગ દિવાળી માટે મુકવામાં આવેલા દીવાઓના કારણે ફેલાઈ હતી. મુંબઈ પોલીસ જણાવવામાં આવી રહી છે કે આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થયું છે.

Mumbai: મુંબઈના કાંદિવલીમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગમાં 2ના મોત ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
A fire broke out in a building in Kandivali, Mumbai

Follow us on

Mumbai: મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હંસા હેરિટેજ (Hansa Heritage Building) નામની 15 માળની ઈમારતના 14મા માળે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગ રાત્રે 8.30 કલાકે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આ ઈમારતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કોઈક રીતે આગને વધુ ફેલાતી અટકાવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

કાંદિવલી પશ્ચિમમાં મથુરાદાસ રોડ પર હંસા હેરિટેજ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગના ચૌદમા માળે આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં કુલ 15 માળ છે. દરમિયાન અકસ્માતની માહિતી મળતા જ મુંબઈના મેયર કિશોરી પેડનેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ 14મા માળે સંપૂર્ણ રીતે ફેલાઈ ગઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2 લોકોના મોત, અત્યાર સુધીમાં 8 લોકોને આગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આ આગમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. ઇમારતમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં જે માહિતી સામે આવી છે તે મુજબ દિવાળીમાં પ્રગટાવેલા દીવાઓ માંથી ઘરના એક પડદામાં આગ લાગી હતી. આ પછી આગ ઝડપથી આખા ફ્લોર પર ફેલાઈ ગઈ.

મેયર કિશોરી પેડનેકર ઘટનાસ્થળે પહોંચ્યા, ફાયર બ્રિગેડની ટીમ પાસેથી માહિતી લીધી
આ દરમિયાન મેયર કિશોરી પેડનેકર (Mumbai Mayor Kishori Pednekar) પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેણે ફાયર બ્રિગેડની ટીમ પાસેથી તમામ માહિતી મેળવી હતી. સ્થાનિક લોકો સાથે વાત કરી સમગ્ર પરિસ્થિતિની વિગતવાર જાણકારી મેળવી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

બિલ્ડિંગના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલા તથ્યોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ દિવાળી માટે મુકવામાં આવેલા દીવાઓના કારણે ફેલાઈ હતી. મુંબઈ પોલીસ જણાવવામાં આવી રહી છે કે આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થયું છે. આ રીતે આગને કારણે મૃત્યુઆંક 2 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 07 નવેમ્બર: પરિવારમાં શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે, ધંધા રોજગારમાં લાભકારી સ્થિતિ

આ પણ વાંચો: ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોન હુમલો, સેનાએ કહ્યું કે હત્યાનો નિષ્ફળ પ્રયાસ

Next Article