Maharashtra : મુંબઈની ભાયખલા જેલમાં કોરોના વિસ્ફોટ, છ બાળકો સહિત 39 લોકો થયા સંક્રમિત

|

Sep 26, 2021 | 3:44 PM

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 39 લોકો સંક્રમિત મળી આવ્યા છે.

Maharashtra : મુંબઈની ભાયખલા જેલમાં કોરોના વિસ્ફોટ, છ બાળકો સહિત 39 લોકો થયા સંક્રમિત
Byculla Jail (File Photo)

Follow us on

Maharashtra : મુંબઈની ભાયખલા જેલમાં છેલ્લા 10 દિવસ દરમિયાન કેદીઓ અને છ બાળકો સહિત કુલ 39 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 39 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. હાલ, આ દર્દીઓને પાટણવાલા શાળામાં આઇસોલેટ (Isolate) કરવામાં આવ્યા છે.

ત્રણ મહિલા કેદીને જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે ગર્ભવતી (Pregnant Women) ત્રણ મહિલા કેદીને જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીએમસીના ઇ વોર્ડના મેડિકલ હેલ્થ ઓફિસરે જણાવ્યુ હતુ કે, હજુ સુધી જેલને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો નથી.

રાજ્યમાં ત્રીજી લહેરની તૈયારી પૂરજોશમાં

મહારાષ્ટ્રમાં એપ્રિલથી જૂન મહિના દરમિયાન કોવિડ -19 ની બીજી લહેર આવી હતી. આ સમય દરમિયાન સાત લાખ કેસોમાં 1850 મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ થયો હતો. જો કે કોવિડની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન ઘણા ઉત્પાદકો પાસે ઓક્સિજનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાને કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે આ પ્રકારની સ્થિતિ ન બને તે માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ માર્ગદર્શિકા 24 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવી 

મહારાષ્ટ્રની અઘાડી સરકારની સૂચનાઓને ધ્યાનમાં રાખીને, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર દ્વારા રાજ્ય કક્ષાએ આ કામગીરી પર નજર રાખવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાએ આ કામ જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) દ્વારા કરવામાં આવશે અને મ્યુનિસિપલ કક્ષાએ આ કામ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો કાર્યવાહી કરવાની પણ આ અધિકારીઓને (Officers) સંપૂર્ણ સત્તા હશે. આ માર્ગદર્શિકા 24 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવી છે. આ નિયમો ઓર્ડરની તારીખથી લાગુ માનવામાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

 

આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?

આ પણ વાંચો: પ્રેમિકા સાથે સંબંધ રાખીને છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરવો બળાત્કાર નથી: હાઇકોર્ટ

Next Article