મુંબઈની આ મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 29 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ

|

Sep 30, 2021 | 3:08 PM

મુંબઈની એક મેડિકલ કોલેજમાં 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે, જેમાંથી બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.

મુંબઈની આ મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 29 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ
29 students found corona positive in mumbai

Follow us on

Maharashtra : રાજ્યમાં કોરોનાની બીજી લહેરની કળ વળી નથી,ત્યાં ત્રીજી લહેરના એંધાણ વર્તાય રહ્યા છે. મુંબઈની KEM અને શેઠ GS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 29 MBBS વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Positive) હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 29 માંથી 23 વિદ્યાર્થીઓ MBBSના બીજા વર્ષના અને 6 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના છે.

સંક્રમિત વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા

હાલ સંક્રમિત વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને અલગ રાખવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે સંક્રમિત થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના થાણેમાં પણ કોરોના વાયરસના (Corona Virus) 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં ચેપના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે. રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણે આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

થાણેમાં કોરોના સંક્રમણમાં સતત વધારો

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં (Thane District) ચેપના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક દિવસમાં વધુ ત્રણ દર્દીઓના મોત થતા જિલ્લામાં મૃત્યુઆંક વધીને 11,406 પર પહોંચ્યો છે.

કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવનારાઓ માટે આર્થિક સહાય

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પરિવારો માટે 138 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મંજૂર કરી છે, જેમણે કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવ્યો છે,તેવા કર્મચારીઓના પરિવારને આ સહાય આપવામાં આવશે.એક વ્યક્તિએ કરેલી RTI (Right to Information) અંતર્ગત આ માહિતી મળી છે.

સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે RTI કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે,નાગપુરના નિવાસી સંજય થુલ નામના વ્યક્તિએ પોલીસ દળમાં કોરોનાવાયરસથી થયેલા કુલ મૃત્યુ અને મૃતકોના પરિવારને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ વિગતો માંગી હતી. RTI હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રાજ્યના આવા 277 પોલીસ અધિકારીઓના પરિવારો માટે 138.50 કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસના 106 અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર માટે 53 કરોડ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરી છે.

 

આ પણ વાંચો: ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

આ પણ વાંચો:  Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video

Next Article