Monsoon 2022: મુંબઈમાં મોન્સુનની એન્ટ્રી, દિલ્હીમાં પણ થશે આ દિવસથી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) ચોમાસાને લઈને સારા સમાચાર આપ્યા છે. IMDએ મુંબઈ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

Monsoon 2022: મુંબઈમાં મોન્સુનની એન્ટ્રી, દિલ્હીમાં પણ થશે આ દિવસથી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Monsoon (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 5:38 PM

આકરી ગરમી વચ્ચે સૌ કોઈ આતુરતાથી  વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડુતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. ગોવા બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈમાં (Rain in Mumbai) પણ દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. તે જ સમયે, ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત ચાલી રહેલી હીટ વેવથી મામૂલી રાહત મળતી પણ દેખાઈ રહી છે. IMD અનુસાર, આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે ટ્વીટ દ્વારા આપી જાણકારી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણી જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 7 જૂનની આસપાસ થાય છે. પૂણેમાં 10 જૂન સુધીમાં અને મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પહોંચતું હોય છે. IMD અનુસાર, ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે. મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગોવા અને આસપાસના કોંકણ વિસ્તારોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે.

મુંબઈમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસમાં પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી ક્ષેત્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, આગામી કેટલાક કલાકોમાં, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી અને મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

દિલ્હીમાં આ તારીખથી થશે વરસાદ

11 જૂન, શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે છે. આ સાથે, ભારતીય હવામાન વિભાગે આંશિક વાદળછાયું આકાશ અને વાવાઝોડાની આગાહી કરી છે. વિભાગ અનુસાર, દિલ્હીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરમાં ભેજ ધરાવતા પૂર્વીય પવનો 16 જૂનથી કાળઝાળ ગરમીથી રાહત અપાવી શકે છે. 16 જૂને રાષ્ટ્રીય રાજધાનીમાં ગાજવીજ અને વરસાદની સંભાવના છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">