Monsoon 2024: 12 ઈંચ વરસાદથી મુંબઇ જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી, શાળા-કોલેજોમાં રજા જાહેર, દરિયામાં હાઇ ટાઇડની ચેતવણી, જુઓ Video

|

Jul 08, 2024 | 9:23 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે હાઈ ટાઇડનો સમય બપોરે 1.57 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 4.4 મીટરના મોજા ઉછળવાની આશંકા છે. જો ત્યાં સુધી આ વરસાદ ચાલુ રહેશે તો મુશ્કેલી વધી શકે છે.

Monsoon 2024: 12 ઈંચ વરસાદથી મુંબઇ જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી, શાળા-કોલેજોમાં રજા જાહેર, દરિયામાં હાઇ ટાઇડની ચેતવણી, જુઓ Video

Follow us on

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારેથી અતિભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર જાણે પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ અપાયુ છે.

મુંબઈમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન BMCએ વરસાદને કારણે બાળકો માટે સ્કૂલમાંથી રજા જાહેર કરી છે. હાલમાં મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ચોમાસાની શરુઆત સાથે મુંબઈમાં મેઘરાજા વરસી પડ્યા છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘરમાં ગઈકાલે ભારે વરસાદ બાદ હવે મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાતભર વરસાદ પડ્યો; મુંબઈમાં કિંગ સર્કલ, અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

 

દરિયામાં હાઇ ટાઇડનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે હાઈ ટાઇડનો સમય બપોરે 1.57 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 4.4 મીટરના મોજા ઉછળવાની આશંકા છે. જો ત્યાં સુધી આ વરસાદ ચાલુ રહેશે તો મુશ્કેલી વધી શકે છે. આ પહેલા રવિવારે થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ ભારે વરસાદ અને ઝાડ પડવાને કારણે ખોરવાઈ ગઈ હતી.

શાળા-કોલેજોમાં રજા જાહેર

મુંબઇના અનેક વિસ્તારોમાં ઘૂંટસમા પાણી ભરાઈ ગયા છે. જ્યાં દરરોજ વાહનોની અવરજવર રહેતી હોય તેવા માર્ગો પર પાણી ભરાવાના કારણે હવે વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળે છે.શાળા-કોલેજોની આસપાસ પણ જલ ભરાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8મીથી 10મી જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદની શક્યતા છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે. તસ્વીરોમાં પાણી ભરાવાને કારણે મોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થતા નજરે પડે છે.

Next Article