EDની સ્પેશિયલ PMLA કોર્ટે નવાબ મલિકના જામીન ફગાવ્યા, રહેવુ પડશે જેલમાં

|

Nov 30, 2022 | 5:10 PM

ઈડીએ મલિકની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેમની પર આરોપ લગાવવામાં આવ્યો કે કરોડોની જમીન મફતના ભાવે મુંબઈના કુર્લા વિસ્તારના ગોવાવાળા કમ્પાઉન્ડમાં ખરીદી છે. જમીનનો સોદો હસીન પારકરના સાગરિત સલીમ પટેલ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી સરદાર શાહ વલી ખાન સાથે કર્યો હતો.

EDની સ્પેશિયલ PMLA કોર્ટે નવાબ મલિકના જામીન ફગાવ્યા, રહેવુ પડશે જેલમાં
Navab Malik
Image Credit source: TV9 GFX

Follow us on

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને એનસીપી નેતા નવાબ મલિકને જામીન મળ્યા નથી. કોર્ટે આજે એટલે કે 30 નવેમ્બરે 3.30 વાગ્યે આ નિર્ણય આપ્યો. મની લોન્ડ્રિંગ કેસ મામલે મુંબઈ સેશન્સ કોર્ટની ઈડીની સ્પેશિયલ PMLA કોર્ટે નવાબ મલિકની જામીન અરજી રદ કરી છે. તમને જણાવી દઈએ કે નવાબ મલીકને હવે મુંબઈની આર્થર રોડ જેલમાં જ આગળનો સમય પસાર કરવો પડશે. મલિકે સ્વાસ્થ્ય કારણોને લઈને જામીન માટે અરજી દાખલ કરી હતી. તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને પોતાની સારવાર કરાવી રહ્યા છે. ત્યારે કોર્ટે આ અપીલને રદ કરી દીધી છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેનના સાગરિત સાથે કર્યો જમીનનો સોદો

લગભગ 9 મહિના પહેલા ઈડીએ મલિકની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેમની પર આરોપ લગાવવામાં આવ્યો કે કરોડોની જમીન મફતના ભાવે મુંબઈના કુર્લા વિસ્તારના ગોવાવાળા કમ્પાઉન્ડમાં ખરીદી છે. જમીનનો સોદો હસીન પારકરના સાગરિત સલીમ પટેલ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી સરદાર શાહ વલી ખાન સાથે કર્યો હતો. આપને જણાવી દઈએ કે હસીના પારકર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન છે. બળપૂર્વક જમીનના માલિક પાસે પાવર ઓફ એટર્ની આ બંનેના નામ પર કરાવી લેવામાં આવી અને જમીનનો સોદો કરવામાં આવ્યો.

સ્વાસ્થ્યનો હવાલો આપી માંગ્યા જામીન

આ સોદા બાદ 55 લાખ રૂપિયા હસીના પારકરને આપવામાં આવ્યા. આ પૈસાનો ઉપયોગ ટેરર ફંડિંગ માટે કરવામાં આવ્યો તેવો આરોપ લગાવવામાં આવ્યો અને આ સોદા પછી મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની કારમી ઘટના બની હતી. મલિકે જુલાઈમાં સ્પેશિયલ કોર્ટમાં તેના આધારે જામીન માંગી હતી કે તેમની સામે કોઈ ગુન્હો નથી અને તેમને રાજકીય રીતે ફસાવવામાં આવી રહ્યા છે.

ત્યારે ઈડીએ તેનો વિરોધ કર્યો હતો અને 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અને ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરને જમીનના સોદાના લેણદેણના આરોપને ગંભીર ગણાવતા જામીન ના આપવાની અપીલ કરી હતી. ત્યારબાદ નવાબ મલિકે સ્વાસ્થ્યના કારણો આપીને જામીન માંગી, જેને કોર્ટે આજે નામંજૂર કરી દીધી છે.

Next Article