નવાબ મલિક, સંજય પાંડે, સંજય રાઉત… આગળ કોણ? મોહિત કંબોજે પૂછ્યું, રવિ રાણાએ જણાવ્યુ

આ દરમિયાન સંજય રાઉતની (Sanjay Raut) મુશ્કેલીઓ વધી ગઈ. સ્વપ્ના પાટકરે ગઈકાલે રાત્રે મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ધમકી અને દુર્વ્યવહાર કરવાનો કેસ દાખલ કર્યો હતો.

નવાબ મલિક, સંજય પાંડે, સંજય રાઉત... આગળ કોણ? મોહિત કંબોજે પૂછ્યું, રવિ રાણાએ જણાવ્યુ
Mohit Kamboj Sanjay Raut Ravi Rana Anil Parab
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Aug 01, 2022 | 11:52 AM

1034 કરોડ રૂપિયના પાત્રા ચાલ કૌભાંડ કેસમાં સંજય રાઉતની (Sanjay Raut) રાત્રે 12.40 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેને આજે (સોમવાર, 1 ઓગસ્ટ) સવારે 11.30 વાગ્યે વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇડી તેની કસ્ટડી માંગશે. આ દરમિયાન બીજેપી નેતા મોહિત કંબોજનું એક ટ્વિટ ચર્ચામાં છે. આ ટ્વિટમાં મોહિત કંબોજે લખ્યું છે કે, ‘સંજય રાઉતની ધરપકડ. નવાબ મલિક, સંજય પાંડે અને હવે સંજય રાઉત! આગળ કોણ?’ મોહિત કંબોજે પોતાના ટ્વીટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ સાંસદ નવનીત રાણાના (MP Navneet Rana) ધારાસભ્ય પતિ રવિ રાણાએ અનિલ પરબનું (Anil Parab) નામ લીધું છે.

મોહિત કંબોજના ટ્વીટનો ઉલ્લેખ જરૂરી છે કારણ કે નવાબ મલિકની ધરપકડ બાદ મોહિત કંબોજ પહેલા વ્યક્તિ હતા જેમણે કહ્યું હતું કે, ‘સંજય રાઉતની ધરપકડ થશે અને સલીમ-જાવેદની જોડી જેલમાં સાથે બેસી જશે’. મોહિત કંબોજ નવાબ મલિક અને સંજય રાઉતને સલીમ-જાવેદની જોડી કહે છે.

નવનીત રાણાના MLA પતિ રવિ રાણાએ જણાવ્યુ કે આગળ કોણ ?

મોહિત કંબોજે સવાલ ઉઠાવ્યો કે આગળ કોણ? પરંતુ નામ આપવામાં આવ્યું ન હતું. આ નામ નવનીત રાણાના ધારાસભ્ય પતિ રવિ રાણાએ જણાવ્યું છે. રવિ રાણાએ કહ્યું કે પછીનો નંબર અનિલ પરબનો છે. અનિલ પરબ શિવસેનાના નેતા અને પૂર્વ પરિવહન મંત્રી છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના નજીકના લોકોમાંથી એક છે.

બીજેપી તરફી અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, ઇડી નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે. ઘણી વખત સંજય રાઉતને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ રાઉતે વિલંબ ચાલુ રાખ્યો. સંજય રાઉતે હેરાફેરી કરી છે. તેના સૂત્રો દૂર દૂર સુધી ફેલાયેલા છે. હવે આ મામલો અનિલ પરબ સુધી પહોંચશે. તેમને પણ જેલમાં જવું પડશે.

સંજય રાઉત નવાબ મલિકના પાડોશી બનશે- કિરીટ સોમૈયા

આ મામલે પોતાની ટિપ્પણી આપતા બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું છે કે ‘સંજય રાઉત નવાબ મલિકના પાડોશી બનશે. જેઓ બધાને જેલમાં નાખવાની વાત કરતા હતા, આજે તેઓ પોતે જેલમાં જઈ રહ્યા છે.

સ્વપ્ના પાટકરે સંજય રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati