MNS પ્રમુખ રાજ ઠાકરે અને તેની માતા કોરોના સંક્રમિત થયા, પ્રમુખની ઘરમાં જ ચાલી રહી છે સારવાર

|

Oct 23, 2021 | 6:37 PM

MNS ના પ્રમુખ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેના સિવાય તેની માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.હાલ બંનેની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે.

MNS પ્રમુખ રાજ ઠાકરે અને તેની માતા કોરોના સંક્રમિત થયા, પ્રમુખની ઘરમાં જ ચાલી રહી છે સારવાર
Raj Thackeray (File Photo)

Follow us on

Maharashtra : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેના સિવાય તેની માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત હોવાને કારણે હાલ ભાંડુપમાં મનસેની સૂચિત બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે.કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ ઠાકરે (Raj Thackeray) અને તેમના માતાની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે. બંને હાલ ઘરમાં કોરોન્ટાઈન થયા છે.

કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો.વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક પ્રવુતિઓ પણ બંધ રાખવાની ફરજ પડી હતી. હાલ કોરોના સંક્રમણ ઘટતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર (Maharashtra Government) દ્વારા સ્કુલ, કોલેજ અને મંદિરો ખોલવામાં આવ્યા છે.જો કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્કુલ કોલેજમાં જે તે વિદ્યાર્થીઓની વાલીની મંજુરી પણ ફરજીયાત કરવામાં આવી છે.

એક સમયે હોટસ્પોટ ગણાતા પુણેમાં કોરોના સંપુર્ણ કાબુમાં

કોરોના સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટતુ જોવા મળી રહ્યુ છે.એક સમયે હોટસ્પોટ (Corona Hotspot) ગણાતા પુણેમાં 20 ઓક્ટોબરના રોજ એક પણ કોરોના સંક્રમિત દર્દીનું મોત થયુ નથી. મુંબઈની વાત કરીએ તો અહીંયા પણ કોરાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.22 ઓક્ટોબરના રોજ શહેરમાં નવા 421 દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા,સાથે 490 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ (Recovery Rate) પણ વધીને 97 ટકા સુધી પહોંચ્યો છે.હાલ શહેરમાં 4461 એકિટવ કેસ છે.અત્યાર સુધીમાં કુલ 7,29,621 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

 

આ પણ વાંચો : “મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે”, NCP નેતા નવાબ મલિકનો જયંત પાટીલે આપ્યો સાથ

આ પણ વાંચો : Maharashtra: વોન્ટેડ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મળ્યા સંકેત, શું ચંદીગઢમાં છે પરમબીર સિંહ?

Published On - 6:00 pm, Sat, 23 October 21

Next Article