Mission Vibrant: CM ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ સાથે બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઇ વાત

|

Dec 02, 2021 | 11:47 AM

Mission Vibrant: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટ 2022 ને લઈને હાલ મુંબઈમાં છે. ત્યાં તેમણે બેંક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ કાકુ નાખાટે સાથે મુલાકાત કરી હતી.

Mission Vibrant: CM ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ સાથે બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઇ વાત
CM Bhupendra Patel and Kaku Nakhate

Follow us on

Vibrant Gujarat Summit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે મુંબઈમાં ઉધ્યોપતિ અને વ્યવસાય અગ્રણીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તો CM એ બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે. મુખ્યમંત્રીએ કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું. સાથે જ વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.

તો જણાવી દઈએ કે આજે મુખ્યમંત્રી મુંબઈ તાજ પેલેસમાં મોટા ઉદ્યોગપતિ અને વ્યવસાય અગ્રણીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આજની સવારે અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી આ દરમિયાન ટાટા સન્સના (Tata sons) ચેરમેન નટરાજ ચંદ્રશેખર મળ્યા. CM ને મળીને નટરાજ ચંદ્રશેખરે ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમણે ટાટા હોટેલ્સને લઈને પણ CM ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી. તો આ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા નટરાજ ચંદ્રશેખરે વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે આ ઉપરાંત તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાનશન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. આ દરમિયાન CM સાથે નાણાપ્રધાન, ઉદ્યોગ રાજ્યપ્રધાન,મુખ્ય અગ્ર સચિવ સહિતના અધિકાર હાજર રહેશે. આ ઉપરાંત CM પટેલ મુંબઇ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત કરશે.

 

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથના કલેકટર સાથે કરી વાત, બે હેલિકોપ્ટર દ્વારા લાપતા માછીમારોની બચાવ કામગીરી શરુ

આ પણ વાંચો: Mission Vibrant Gujarat: આ 6 મોટા ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની આજે બેઠક, જાણો વિગત

Published On - 11:41 am, Thu, 2 December 21

Next Article