મરાઠી ફિલ્મ ધર્મવીરનો ક્યો સીન ઉદ્ધવ ઠાકરે ન જોઈ શક્યા? થિયેટરમાંથી બહાર આવતા જ કહ્યું- આ અમારા પર હતો મોટો આઘાત

|

May 16, 2022 | 8:50 PM

સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) કહ્યું કે હું છેલ્લો સીન જોઈ શક્યો નહીં, કારણ કે તે અમારા માટે મોટો આઘાત હતો. એ સમયગાળામાં મેં વ્યથિત અને દુઃખી બાલસાહેબને જોયા છે. આ દરમિયાન ફિલ્મના કલાકારોની પ્રશંસા પણ કરી.

મરાઠી ફિલ્મ ધર્મવીરનો ક્યો સીન ઉદ્ધવ ઠાકરે ન જોઈ શક્યા? થિયેટરમાંથી બહાર આવતા જ કહ્યું- આ અમારા પર હતો મોટો આઘાત
CM Uddhav Thackeray (File Image)
Image Credit source: Tv9 Network

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) મરાઠી ફિલ્મ ધર્મવીર રિલીઝ થઈ છે. જ્યાં રવિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) દિવંગત નેતા આનંદ દિઘે પર બની બાયોપિક ફિલ્મ ધર્મવીર જોવા ગયા હતા. એક્શન ડ્રામાથી ભરપુર આ ફિલ્મ 13 મેના રોજ રીલિઝ થઈ હતી. જો કે આ પહેલા શનિવારે ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘે પર એક મરાઠી ફિલ્મ બની છે, જેનું નામ છે ધર્મવીર. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે આ ફિલ્મનો એક સીન જોઈ શક્યા ન હતા અને થિયેટરમાંથી બહાર આવી ગયા હતા.

તે જ સમયે સીએમ ઠાકરેએ કહ્યું કે આ દ્રશ્ય તે સમયનું છે, જ્યારે શિવસેના નેતા આનંદ દિઘેનો અકસ્માત થયો હતો અને તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હોય છે. ત્યારે વર્ષ 2001માં દિઘેએ થાણે શહેરની સિંઘાનિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જે તે સમયે શિવસેનાના નેતા હતા. ત્યારે તેઓ તેમને મળવા અને તેમની તબિયત પૂછવા પણ ગયા ન હતા. જોકે ત્યારે અને આજે જ્યારે તેઓ ફિલ્મ અધૂરી છોડીને થિયેટરમાંથી આવ્યા. ત્યારે પણ સારી એવી ચર્ચા ચાલી રહી છે. આખરે ઉદ્ધવ ઠાકરેએ તે દ્રશ્ય અધૂરું કેમ છોડી દીધું?

CMએ કહ્યું- શહેરમાં આનંદ દિઘે જોઈએ, જે આપણી માતા અને બહેનોને રાખે સુરક્ષિત

જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેને આ વિશે પૂછવામાં આવ્યું કે ત્યારે તેમણે કહ્યું કે હું છેલ્લો સીન જોઈ શક્યો નહીં કારણ કે તે અમારા માટે મોટો ફટકો હતો. તે દરમિયાન મેં બાલસાહેબ ઠાકરેને દુઃખી જોયા છે. આ દરમિયાન, ફિલ્મમાં કામ કરનારા કલાકારોની પ્રશંસા કરતા ઠાકરેએ કહ્યું કે પ્રસાદ ઓક જેમણે આનંદ દિઘે જીની ભૂમિકા ભજવી છે. તેણે કહ્યું કે આખી ફિલ્મ જોતી વખતે મને ક્યારેય લાગ્યું નથી કે તેઓ પ્રસાદ છે. મને તેઓ આનંદ દીઘેજી જ લાગ્યા. દરેક વ્યક્તિએ દિઘેજી પાસેથી જીવન કેવી રીતે જીવવું તે શીખવાની જરૂર છે. દરેક શહેરમાં એક આનંદ દીઘે જોઈએ જે આપણી માતાઓ અને બહેનોને સુરક્ષિત રાખે. દિઘે એક આદર્શ શિવસૈનિક હતા. જેમણે પોતાનું આખું જીવન માત્ર અને માત્ર લોકો માટે સમર્પિત કર્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જાણો શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘે ગણપતિ ઉત્સવ દરમિયાન ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમનો અકસ્માત થયો હતો. જેના કારણે તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. જ્યાં તેમની થાણેની સિંઘાનિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન શિવસેનાના ઘણા નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા, જેમાં રાજ ઠાકરે અને નારાયણ રાણે પણ સામેલ હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરે તેમને મળવા ગયા ન હતા. પછી તે હેડલાઈન્સનો વિષય બની ગયો. પરંતુ આનંદ દીઘેની વિદાય બાલાસાહેબ માટે મોટો આંચકો હતો. કારણ કે બાલાસાહેબે તેમને સમગ્ર થાણે જિલ્લાની જવાબદારી સોંપી હતી.

Next Article