શરદ પવારના અવાજની નકલ કરીને મહારાષ્ટ્ર ગૃહ વિભાગમાં ફોન કરનાર શખ્સ ઝડપાયો
આરોપીએ એક એપ્લીકેશનની મદદથી ફોન કર્યો હતો. આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને અવાજ બદલી શકાય છે એવુ જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રના ગૃહવિભાગ (Home Ministry)માં ફોન કરીને કથિત રીતે પોતાની ઓળખાણ એનસીપી નેતા શરદ પવાર તરીકે આપનાર એક વ્યક્તિ તેમજ તેના બે સાથીને મુંબઈ પોલીસે આજે (12 ઓગસ્ટ, ગુરૂવારે) ઝડપી પાડ્યાં છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપી પોતાની ઓળખાણ શરદ પવાર તરીકે આપીને સ્થળાંતર જેવા વિષયો પર વાત કરી રહ્યો હતો.
મહારાષ્ટ્ર (Maharashtra) ના ગૃહ મંત્રાલયમાં ફરજ પર રહેલાં અધિકારીઓને શંકા ગઈ કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર શરદ પવારના અવાજની નકલ કરીને વાત કરવામાં આવી રહી છે. આ વાતની સૂચના બાદમાં પોલીસને આપવામાં આવી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના વિશે ગામદેવી પોલીસ સ્ટેશનમાં બુધવારે રાતે ભારતીય દંડ સંહીતાની કલમ 419 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. મુંબઈ પોલીસે (Mumbai Police) ઝડપથી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપી અને તેના બે સાથીદારોને પણ ઝડપી પાડ્યા.
પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ એક એપ્લીકેશનની મદદથી ફોન કર્યો હતો. આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને અવાજ બદલી શકાય છે એવુ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એનસીપી, શીવસેના અને કોંગ્રેસે ગઠબંધન કરીને સતામાં પર કબ્જો કર્યો છે. અને ભાજપ (BJP) મુખ્ય વિપક્ષી પાર્ટી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરીણામે આવ્યા પછી શીવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રીના પદની દાવેદારી મુદ્દે ભંગાણ સર્જાયું હતું.
આ પરીસ્થીતી બાદ એનસીપી (NCP), શીવસેના(Shiv Sena) અને કોંગ્રેસ (Congress) પાર્ટીએ સાથે મળીને સરકાર બનાવી હતી જેમા મુખ્યમંત્રીનુ પદ શીવસેનાના ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યું હતું જ્યારે હાલનાં ગૃહમંત્રી તરીકે દિલીપ વલસે પાટિલ છે. જે એનસીપી તરફથી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, પુણે જિલ્લાના ચાકન વિસ્તારમાંથી 9 ઓગસ્ટના રોજ જમીનના વ્યવહારો અંગે આ પ્રકારના કોલ કરવામાં આવ્યા હતા અને ચાકન પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે.