મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 9ના મોત

|

Jan 19, 2023 | 9:12 AM

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાયગઢ જિલ્લાના માનગાંવ નજીક મુંબઈ-ગોવા હાઈવે પર આજે સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી. નવ લોકો ઈકો કારમાં મુંબઈથી ગોવા જઈ રહ્યા હતા.

મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 9ના મોત
Major accident on Mumbai Goa highway

Follow us on

ગુરુવારે સવારે ઉઠતા પહેલા જ મુંબઈ-ગોવા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બાળકને કારમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાયગઢ જિલ્લાના માનગાંવ નજીક મુંબઈ-ગોવા હાઈવે પર આજે સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી. નવ લોકો ઈકો કારમાં મુંબઈથી ગોવા જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી ટ્રકની હેડલાઈટના પ્રકાશથી કારના ચાલકની આંખો અંજાઈ ગઈ હતી. જેના કારણે કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને થોડી જ વારમાં કાર પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામે તમામ નવ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. જોકે, આ જ કારમાં સવાર ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ બચી ગયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અગાઉ પણ અકસ્માતો થયા છે

આ પહેલા પણ મુંબઈ-ગોવા હાઈવે પર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. ખાસ કરીને કોંકણ તરફ જતા રોડ પર દરરોજ અકસ્માતો થાય છે. પરિસ્થિતિને જોતા હાઈવે ઓથોરિટી દ્વારા આ હાઈવે પર સાઈનેજ અને બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ સ્પીડ પર નિયંત્રણના અભાવે અકસ્માતો ઓછા થઈ રહ્યા છે.

ગયા અઠવાડિયે નાસિકમાં થયો હતો ગંભીર અકસ્માત

ગયા અઠવાડિયે નાસિક શિરડી હાઈવે પર આવો જ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ઉલ્હાસનગરથી શિરડી સાંઈ બાબા જઈ રહેલા ભક્તો સાથે બની હતી. આ તમામ શ્રદ્ધાળુઓ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ બસમાં 50 મુસાફરો હાજર હતા.

Next Article